Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 29 કેસ પોઝિટીવઃ વડોદરામાં ત્રણ નવા કેસ નોંધાયાઃ1નું મોત

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 29 કેસ પોઝિટીવઃ વડોદરામાં ત્રણ નવા કેસ નોંધાયાઃ1નું મોત
, સોમવાર, 23 માર્ચ 2020 (13:10 IST)
ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચુ ગયું છે. ગુજરાતમાં કોરોના માથું ઉંચકી રહ્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યનું પહેલું મોત સુરતમાં થયું છું. અમદાવાદમાં સૌથી વધારે 13 પોઝિટિવ કેસ, વડોદરામાં છ, સુરતમાં 4, ગાંધીનગરમાં 4 અને કચ્છ તથા રાજકોટમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ અમદાવાદ પછી કોરોનાના સૌથી વધુ કેસ વડોદરામાં થયા છે. ત્રણ નવા કેસ સાથે વડોદરામાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 6 થઇ ગઇ છે. ગુજરાતમાં પહેલું મોત નોંધાતાની સાથે જ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આજથી હાઉસ ટૂ હાઉસ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવનારી છે. તો કોરોનાની દહેશતના પગલે વિધાનસભા સત્ર સ્થગિત રાખવામાં આવી શકે છે. જે અંગે આજે વિચારણા થઇ શકે છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયા બાદ રાજ્ય સરકાર વધારે સતર્ક થઇ ગઇ છે. આ વાઈરસ માત્રને માત્ર સોશિયલ ડિસ્ટન્સથી અટકાવી શકાય તેમ હોવાથી રાજ્યની તમામ સરહદોને સિલ કરવામાં આવી છે. તેમજ 25 માર્ચ સુધી રાજ્યના છ મહાનગરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને કચ્છમાં સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. આ છ મહાનગરોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયના તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે. સરકારે જનતાને પણ અપીલ કરી છેકે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં એક પરિવારના 4 સભ્યોને કોરોના વાઈરસ, પોઝિટિવ કેસ 6, સુરતમાં 4 પોઝિટિવ કેસ