Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્નીની હત્યા કરી લાશને કઢાઈમાં ઉકાળી

પત્નીની હત્યા કરી લાશને કઢાઈમાં ઉકાળી
, શુક્રવાર, 15 જુલાઈ 2022 (18:05 IST)
પતિએ પાર કરી ક્રૂરતાની તમામ હદ, પાકિસ્તાન ના સિંધમાં  નરગીસ નામની મહિલાનો મૃતદેહ એક મોટા તપેલામાંથી મળ્યો હતો. , મહિલાનો પતિ આશિક બજૌર એજન્સીનો રહેવાસી હતો અને શાળામાં ચોકીદાર તરીકે કામ કરતો હતો અને શાળામાં જ ક્વાર્ટરમાં રહેતો હતો. આ શાળા છેલ્લા 9 મહિનાથી બંધ હતી. લાશ ખાનગી શાળાના રસોડામાં પડી હતી.
 
હકીકતમાં, અહીં એક વ્યક્તિએ પહેલા પોતાની પત્નીનું મોઢું ઓશિકાથી દબાવીને મારી નાખી અને પછી પત્નીના મૃતદેહને તેના 6 બાળકોની સામે તપેલીમાં ઉકાળી દીધો. 
 
પોલીસે જણાવ્યું કે પીડિતાની 15 વર્ષની પુત્રીએ તેમને આ ઘટનાની જાણ કરી ત્યાં સુધીમાં આશિક તેના ત્રણ બાળકો સાથે ભાગી ગયો હતો. એસએસપી અબ્દુર રહીમ શેરેજીએ કહ્યું કે પોલીસે બાકીના ત્રણ બાળકોને પોતાની પાસે સુરક્ષિત રાખ્યા છે. આ ઘટના જોઈને બાળકો ખૂબ જ ડરી ગયા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CA ફાઈનલ પરિણામમાં સુરતની વિદ્યાર્થિનીનો દેશભરમાં ત્રીજો ક્રમ આવ્યો