ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતિક ઘરના ઉંબરાને ગણવામાં અવે છે. તમે નોધ્યુ હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે. પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી. પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ વિસરાઈ ચુકી છે. કારણ કે મોર્ડન મકાનમાં ઘરમાં ઉંબરાને સ્થાન મળતુ જ નથી. પણ વાસ્તુની દ્રષ્ટિએ ઉંબરો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કકું તથા ચોખા વડે સાથિયો બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે.