Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hanuman Janmotsav 2022: હનુમાન જયંતી આ વિધિથી કરો હનુમાનજીની પૂજા પૂરી થશે મનોકામના

Hanuman Puja
, સોમવાર, 11 એપ્રિલ 2022 (13:03 IST)
Hanuman Jayanti 2022: ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાને દરેક વર્ષ રામ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાય છે. સંકટમોચન હનુમાનજીના ભક્તોમાં હનુમાન જયંતીના અવસરે ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને દેશભરમા આ દિવસે ખૂબ ધૂમધામથી ઉજવાય છે. શ્રી વિષ્ણુને રામ અવતારના સમયે સહયોગ કરવા માટે રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ ઉદ્દેશ્ય જ રામ ભક્ત હતો. આ વર્ષ હનુમાન જયંતી 16 એપ્રિલને ઉજવાશે. આ દિવસે વ્રત રાખશે અને હનુમાનજીનો જન્મ ઉત્સવ ઉજવાશે. ચાલો જાણી હનુમાન જયંતીની તિથિ મહત્વ અને પૂજા વિધિના વિશે 
 
હનુમાન જયંતી 2022ની તિથિ 
પૂર્ણિમા તિથિ શરૂઆત- 16 એપ્રિલ શનિવારે સવારે 2.25 પર 
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 17 એપ્રિલ રવિવાર રાત્રે 12.24 પર 
 
હનુમાન જયંતી પર બની રહ્યા છે શુભ યોગ 
પંચાગ ગણનાના મુજબ આ વર્ષ હનુમાન જયંતી પર રવિ યોગ બની રહ્યો છે. રવિ-યોગને સૂર્યનો ખાસ અસર મળવાના કારણે પ્રભાવશાળી યોગ માનવામાં આવે છે. આ યોગમાં કરેલ કોઈ પણ કાર્ય સફળ હોય છે. પંચાગ મુજબ આ દિવસે 16 એપ્રિલને હસ્ત નક્ષત્ર સવારે 8.40 મિનિટ સુધી છે. ત્યારબાદ ચિત્રા નક્ષત્ર શરૂ થશે. 
 
હનુમાન જયંતીના દિવસે પૂજા દરમિયાન હનુમાનજી માટે આ પૂજન સામગ્રીની જરૂર પડશે 
પૂજન સામગ્રી 
હનુમાન જયંતીના દિવસે પૂજા દરમિયાન હનુમાન જી માટે આ પૂજન સામગ્રીની જરૂર પડશે. લાલ લંગોટ, જળ કળશ, પંચામૃત, જનેઉ, ગંગાજળ, સિંદૂર ચાંદી સોનાનાનો વર્ક, લાલ ફૂલ અને માલા ઈત્ર શેકેલા ચણા, ગોળ, પાનનો બીડો, નારિયેળ, કેળા, સરસવનુ તેલ, ચમેલીનો તેલ, ઘી, તુલસી પત્ર, દીવો, ધૂપ અગરબત્તી, કપૂર વગેરે. 
 
પૂજા વિધિ 
આ દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે ચોમુખી દીવો પ્રગટાવો. તે સિવાય હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. 
હનુમાનજીને ગેંદા, કનેર, ગુલાવના ફૂલ અર્પિત કરો. 
પ્રસાદમાં માલપુઆ, લાડુ, ચૂરમા, કેળા, અમરૂદ વગેરેનો ભોગ લગાવો. 
હનુમાનજીની ફોટાની સામે ઘીનો દીવો પ્રગટાવો. 
હનુમાનજીને સિંદૂરનો ચોલા ચઢાવો તેનાથી મનોકામના તરત જ પૂર્ણ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાંજે કરશો આ ઉપાય તો દરિદ્રતા થશે દૂર, લક્ષ્મી આવશે ભરપૂર