મોર્ડન લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો જાડાપણાથી પરેશાન થાય છે. જાડાપણા પાછળ અનેક કારણ હોઈ શકે છે. જેવી કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. લોકો વજન ઓછુ કર્વા માટે અનેક રીત અપનાવે છે. કેટલાક ઘરેલુ ઉપાયથી પણ વજન ઓછુ કરી શકાય છે. લીંબૂ પણ વજન ઓછુ કરવામાં મદદરૂપ છે. તેમા રહેલા તત્વ બ્ડીનુ મેટાબોલિજ્મ વધારે છે. જેનાથી ઝડપથી વજન ઓછુ થાય છે. ફક્ત અડધા લીંબૂથી વજન ઓછુ કરી શકાય છે.
આ રીતે તૈયાર કરો ડ્રિંક
સૌ પહેલા લીંબૂને કાપી લો.. એક ગ્લાસમાં ગરમ પાણીમાં લીંબૂનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. ડ્રિંક તૈયાર છે. ખાલી પેટ આ ડ્રિંકને પીવાથી જલ્દી ફાયદો થાય છે. કુણા પાણીથી પેટ સારુ રહે છે. જેનાથી જલ્દીથી વજન ઓછુ થાય છે.
Health Care - ખુશ થઈને ઉઠવું છે તો રાત્રે સૂતા સમયે આ વાતનું રાખો ધ્યાન
વજન ઓછુ કરવામાં આ ડ્રિંક્સ પણ છે મદદરૂપ
-લીંબૂ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી પણ વજન જલ્દી ઓછુ થાય છે. આ ઉપરાંત પેટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે.
- આદુની ચા પણ ખૂબ મદદરૂપ છે. તેમા લીંબૂનો રસ મિક્સ પીવાથી પણ વેટ લૉસ થાય છે.