Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટામેટાનુ સૂપ પીવાથી ઝડપથી વજન ઓછુ થશે.. જાણો ટામેટાના સૂપના આવા જ 10 ફાયદા

ટામેટાનુ સૂપ પીવાથી ઝડપથી વજન ઓછુ થશે.. જાણો ટામેટાના સૂપના આવા જ 10 ફાયદા
, મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (12:10 IST)
હાવર્ડ હેલ્થ પબ્લિકેશનના અભ્યાસ મુજબ એક કપ ટામેટાના સૂપમાં 13.3 મિગ્રા. લાઈકોપિન હોય છે જે અનેક બીમારીઓના સારવારમાં લાભકારી છે.  કંસલ્ટેંટ ક્રિટિકલ કેયર એંડ ઓબેસિટી ન્યૂટ્રીશિયન સ્પેશલિસ્ટ મુજબ રોજ ટામેટાનુ સૂપ પીવાથી 10 પ્રકારના ફાયદા થાય છે. 
 
વેટ લોસ - ટામેટામાં ફાયબર હોય છે જે ભૂખ કંટ્રોલ કરીને વેટ લોસમાં લાભકારી છે. 
 
સુંદરતા નિખારે - તેમા લાઈકોપિન હોય છે જે સ્કિનને રિંકલ્સથી બચાવે છે અને સુંદરતામાં નિખાર આવે છે. 
 
હાર્ટ પ્રોબ્લેમથી બચાવે - ટામેટાનુ સૂપ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થાય છે અને હાર્ટ પ્રોબ્લેમથી બચી શકો છો. 
 
એનીમિયા - તેમા આયરનીને માત્રા વધુ હોય છે જે એનીમિયા(લોહીની કમી)થી બચાવવામાં મદદરૂપ છે. 
 
અસ્થમા - તેમા એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે અસ્થમાથી બચાવવામાં ઈફેક્ટિવ છે. 
 
જોઈંટ પેનથી રાહત - ટામેટાના સૂપમાં વિટામિન K અને કેલ્શિયમ હોય છે જેનાથી હાડકા મજબૂત થાય છે અને જોઈંટ પેનથી રાહત મળે છે. 
 
કેંસરથી બચાવે - તેમા એંટીઓક્સીડેંટ્સ હોય છે જે કેંસરથી બચાવવામાં મદદ કરે છે. 
 
ડાયાબીટીસથી બચાવ - ટામેટાના સૂપથી બ્લડ શુગરનુ લેવલ નોર્મલ રહે છે અને ડાયાબિટીસથી બચાવ થાય છે. 
 
ઈમ્યુનિટી - તેમા વિટામીન C ની માત્રા વધુ હોય છે જેનાથી બોડીની ઈમ્યૂનિટી વધે છે અને બીમારીઓથી બચાવ થાય છે. 
 
આખોની રોશની - ટામેટાના સૂપમાં વિટામિન A હોય છે જે આંખોની રોશની કાયમ રાખવામાં મદદ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગર્ભધારણ માટે ક્યારે સંભોગ કરવુ લાભકારી છે