Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
, શનિવાર, 4 ડિસેમ્બર 2021 (18:12 IST)
ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી.
 
આરોગ્ય મંત્રી  ઋષિકેશ ભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા
 
મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
 
આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ   નહિ કરવા તાકીદ કરી હતી
  ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી
 
મુખ્યમંત્રીશ્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી  છે.
 
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
.....

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલ સામે ટીમ ઈડિયા બની કઠપૂતળી, 10 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ, કુંબલે-જિમની કરી બરાબરી