Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા રેપમાં નવો વળાંક: સીએ પત્ર લખી કર્યો ખુલાસો, બળાત્કાર બાદ અશ્લીલ ફોટો કર્યા હતા વાયરલ, બે આરોપી ફરાર

વડોદરા રેપમાં નવો વળાંક: સીએ પત્ર લખી કર્યો ખુલાસો,  બળાત્કાર બાદ અશ્લીલ ફોટો કર્યા હતા વાયરલ, બે આરોપી ફરાર
, ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (12:23 IST)
વડોદરાની કોલેજિયન યુવતિ પર બળાત્કારના કેસમાં હાલ બે આરોપીઓ ફરાર છે, જ્યારે બંને આરોપીઓની ધરપકડ બાદ જ અનેક ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી અને બળાત્કાર કેસના આરોપી કેસના રાજુ ભટ્ટના રાજ્યના પૂર્વ મંત્રી સાથે નજીકના સંબંધ હોવાનો ખુલાસો થયો છે, જેના લીધે ફરિયાદમાં મોડું થયું હતી. તો બીજી તરફ નવા મંત્રીમંડળની રચના બાદ રાજૂ ભટ્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. 
 
આ ઉપરાંત દુષ્કર્મ કેસનો બીજો આરોપી સીએ અશોક જૈન વડોદરા શહેરના ટોપ સીએમાંથી એક હોવાનું કહેવામાં આવી રહ્યું છે જે શહેરના અનેક નેતાઓના એકાઉન્ટ સંભાળે છે. બંને આરોપી પોલીસની પકડથી દૂર છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. પોલીસે બંનેના ઘર સહિત અન્ય ઠેકાણા પર તપાસ શરૂ કરી દીધી છે. 
 
વડોદરાની એક ખાનગી યૂનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરનાર 24 વર્ષીય વિદ્યાર્થી શહેરના સીએ પાસે લાઇજનિંગની ટ્રેનિંગ લેવા ગઇ હતી ત્યારે અલગ-અલગ દિવસે સીએ તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ વિદ્યાર્થી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેના અશ્લિક ફોટા વિદ્યાર્થીના મિત્રને મોકલીને વાયરલ કર્યા હતા. પોલીસે બંને વિરૂદ્ધ દુષ્કર્મના કેસની તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીની આરોપ છે કે તેને નશીલો પદાર્થ પીવડાવ્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 
 
ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મૂળ હરિયાણાના રોહતકની વતની અને હાલ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે. યુવતીના માતા-પિતા હરિયાણા ખાતે રહે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનીંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં છેલ્લા 5 મહિનાથી કામ કરે છે. 
 
આ કંપનીના માલિક અશોકભાઇએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. તે સમયે આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન બાબતે અશોકભાઇ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ઇન્વેસ્ટર રાજુભાઇ વચ્ચે મિટિંગ ચાલતી હતી. જે બાદ યુવતી થોડો સામાન લઇ પોતાના વતન રોહતક જવા નીકળી ગઈ હતી. જ્યાં દિલ્હી પહોંચ્યા બાદ અશોકે યુવતી ને ધમકાવી હતી. જેથી યુવતી પરત દિલ્હીથી વડોદરા ફરી હતી અને શહેરના ગોત્રી પોલીસ મથકમાં કંપનીના માલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી દીધી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં 69 વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તે પોતે નિદોર્ષ છે.અલ્પુ સિંધી તેમને બદનામ કરી તોડપાણી કરી પૈસા પડાવવા ષડયંત્ર રચ્યું હતું અને તેમણે પૈસા ચુકવવાની તૈયારી ના બતાવતા ફરિયાદ કરાવી છે. બુટલેગર અલ્પુ સિંધીએ તેમને બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોતે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી હતી.  
 
શહેરની લોની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરી ન્યુડ ફોટા વાયરલ કરવાના ચકચારી બનાવમાં બુધવારે ચોંકાવનારો વળાંક આવ્યો હતો. 69 વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી પોતે નિર્દોષ હોવાનું જણાવી હોવાનું જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટણમાં પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકી ઉકળતા તેલમાં હાથ નાખ્યા