બૉલીવુડ એક્ટરસ સોનૂ સૂદ કોરોનાકાળ દરમિયાન દરમિયાન ખૂબ જ સેવાકિય કાર્ય કર્યા. તેમના આ સેવાભાવી કાર્ય દ્વારા તેમણે ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. તે કામના કારણે તે લોકોના હ્રદયમાં વસી ગયો છે.. હવે તે રાજકીય કારકિર્દી શરૂ કરી શકે છે. તેણે થોડા સમય પહેલા દિલ્હીમાં આપ સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હવે તેણે ગુજરાતમાં આપના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેણે અમદાવાદની ખાનગી હોટેલમાં આપના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે બોલીવૂડ અભિનેતા સોનુ સુદ સાથે મુલાકાત કરી અને તેને મેન્ટોર કાર્યક્રમનો બ્રાન્ડ એેમ્બેસેડર બનાવવાની ઘોષણા કરી હતી.
પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
પ્રેસ કોન્ફરન્સ દરમિયામ મુખ્યમંત્રી કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું સોનુ સુદ સાથે રાજનૈતિક ચર્ચા થઇ હતી. તેના પર મુખ્યમંત્રીએ જવાબ આપ્યો કે, ના-ના અમારા વચ્ચે કોઇ રાજનૈતિક ચર્ચા નથી થઇ.
જ્યારે સોનુ સુદને પોલિટીક્સ જોઇન કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, કશું જ રાજનૈતિક નથી. મને લાંબા સમયથી પોલિટિક્સમાં જોડાવાની તક મળતી આવી છે પરંતુ મને રસ નથી. મારો એવો કોઇ ઇરાદો નથી. જેના વિચાર સારા છે તેને દિશા જરૂર મળે છે.