Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી, ધોતી-ઝભ્ભો ડ્રેસ કોડ અને ઋષિકુમારોનાં નામ પરથી ટીમનાં નામ

Unique Cricket Tournament in Rajkot,
, શુક્રવાર, 3 માર્ચ 2023 (18:10 IST)
રાજકોટમાં એક અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે કે જેમાં સંસ્કૃતમાં કોમેન્ટ્રી થઈ રહી છે. ધોતી ઝભ્ભામાં રમતા ખેલાડીઓ નજરે પડી રહ્યા છે અને ટીમના નામ ઋષિકુમારો પરથી રખવામાં આવ્યા છે. આ પ્રકારનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યમાં પહેલીવાર થઈ રહ્યુ છે. 

રાજકોટમાં એક એવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે કે જેની ક્યારેય કોઈએ કલ્પના પણ ન કરી હોય. ગુજરાત રાજ્યમાં પહેલીવાર કર્મકાંડી બ્રાહ્મણો માટે એક અલગ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી ટુર્નામેન્ટમાં સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવે છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સ્પર્ધક ટી-સર્ટ ટ્રાઉઝરમાં નહી પણ ધોતી ઝભ્ભા પહેરીને ક્રિકેટ રમે છે. આ ઉપરાંત ક્રિકેટ કોમેન્ટરી પણ ગુજરાતી, અંગ્રેજી કે હિન્દીની જગ્યાએ સંસ્કૃતમાં કરવામાં આવે છે. જો કોઈ બેટ્સમેન ચોગ્ગો કે છગ્ગો ફટકારે ત્યારે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે.
webdunia

આ ટુર્નામેન્ટમાં જુદા જુદા શહેરોના કર્મકાંડી બ્રાહ્મણોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ 8 ટીમો વચ્ચે ચાર મેચ મળીને દરેક ટીમ એક-એક મેચ રમશે. જે જીતશે તે ટીમ બીજા દિવસે પહેલા સેમી ફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ મેચ રમશે.ગુજરાતમાં આ અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર પાસે રુદ્રશક્તિ ગ્રાઉન્ટ પર કરવામાં આવી રહ્યુ છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 કર્મકાંડી શાસ્ત્રીઓને ટીમના માલિક બનાવામાં આવ્યા છે. આ આઠ ટીમો વચ્ચે રમાઈ રહેલી ટુર્નામેન્ટનું નામ વેદનારાયણ કપ રાખવામાં આવ્યુ છે.
webdunia

સામાન્ય રિતે ક્રિકેટની ટુર્નામેન્ટમાં કોઈ બેટ્સમેન ચોગ્ગો કે છગ્ગો ફટકારે તો ડીજે પર ફિલ્મી ગીતો વાગે છે અને કા તો અલગ પ્રકારની ધુન વગાડવામાં આવે છે પણ રાજકોટની આ ટુર્નામેન્ટમાં ચોગ્ગા કે છગ્ગા વખતે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. આ વૈદિક મંત્રોચ્ચારથી ગ્રાઉન્ડ પર અલગ જ માહોલનો અહેસાસ થાય છે. રાજકોટમાં બે દિવસ સુધી ચાલનારી ખાસ વેદનારાયણ ટુર્નામેન્ટમાં ટીમના નામ પણ ખાસ છે. આ ટીમોના નામ ઋષિઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટમાં આઠ ટીમોને જુદા જુદા ઋષિઓના નામ પરથી ટીમોના નામ અપાયા છે.વૈદિક મંત્રોચાર અને સંસ્કૃતમાં કોમેન્ટ્રી થતી હોય તેવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ ટી-શર્ટ કે ટાઉઝર નહીં પણ ભારતીય પંરપરા મુજબના ધોતી અને ઝભ્ભાના પહેરવેશ પહેરીને ક્રિકેટ રમે છે. ક્રિકેટના મેદાનમાં કદાચ આ પહેલીવાર હશે કે ક્રિકેટ ટીમના ખેલાડી ધોતી કુર્તા પહેરીને મેચ રમી રહ્યા હોય. 
વેદનારાયણ ટુર્નામેન્ટની આઠ ટીમ
ટીમના નામ ટીમના માલિક
ભારદ્રાજ ઇલેવન 
શાસ્ત્રી વિજય જોષી
વિશ્વામિત્ર ઇલેવન
શાસ્ત્રી હરીશ ભોગાયતા
અત્રિ ઇલેવન
શાસ્ત્રી હિરેન જોષી
શાંડિલ્ય ઇલેવન
શાસ્ત્રી ગોપાલ જાની
વશિષ્ઠ ઇલેવન
શાસ્ત્રી હિરેન ત્રિવેદી
જમદગ્નિ ઇલેવન
શાસ્ત્રી અસિત જાની
કશ્યપ ઇલેવન
શાસ્ત્રી જસ્મીન જોષી
ગૌતમ ઇલેવન
 શાસ્ત્રી જયેશ પંડ્યા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાએ ગેસનો બાટલો ખભે મૂક્યો