Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ડ્રાઈવરને ક્યુઆર કોડ સાથે એટેચ કરાશે, એક ક્લિકમાં જ તમામ માહિતી મળી રહેશે

QR code Rickshaw-taxi
, શુક્રવાર, 3 માર્ચ 2023 (14:22 IST)
અમદાવાદ શહેરમાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ પોલીસે રિક્ષાચાલકો અને ટેક્સીચાલકોને ક્યુઆર કોડ સાથે એટેચ કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે એટલે રિક્ષા કે ટેક્સીચાલકની તમામ ડિટેઈલ મોબાઈલમાં આવી જશે. પોલીસ હાલ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ માહિતી ભેગી કરી ફોર્મ બનાવી રહી છે.અત્યાર સુધીમાં 8 હજારથી વધુ રિક્ષાચાલકના ફોર્મ ભરવામાં આવ્યા છે.

 કેટલાક રિક્ષાચાલકો પેસેન્જરને અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેતા હોવાના, મહિલાઓની છેડતી કરતા હોવાના બનાવોને ધ્યાને લીધા પછી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. મહિલા અને બાળકો પર થતાં અત્યાચારને પગલે શહેર પોલીસે 35 ક્રાઈમ હોટ સ્પોટ વિસ્તાર ઓળખી કાઢ્યા છે. આ તમામ વિસ્તારમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ 667 સીસીટીવી કેમેરા લગાવાશે. આમાંથી 250 કેમેરા રિવરફ્રન્ટ પર, 150 વિવિધ સિટી બસ સ્ટોપ પર ફિટ કરવામાં આવશે. જ્યારે 90 કેમેરા ક્રાઈમ હોટસ્પોટ સ્થળે પણ લગાવવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"કૈલાશાની રાજદૂત" વિજયપ્રિયા નિત્યાનંદના ભારતને લઈને બદલાયા સુર, આરોપ લગાવ્યા પછી હવે કહ્યુ-કરે છે સમ્માન