Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચરામાંથી ઉત્પન્ન થશે વીજળી, અમિત શાહે અમદાવાદમાં શરૂ કર્યો ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ, જાણો કેટલી ક્ષમતા

કચરામાંથી ઉત્પન્ન થશે વીજળી, અમિત શાહે અમદાવાદમાં શરૂ કર્યો ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ, જાણો કેટલી ક્ષમતા
અમદાવાદ: , શનિવાર, 2 નવેમ્બર 2024 (11:47 IST)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેઓ તેમના ગૃહ રાજ્ય ગુજરાતની દિવાળીની મુલાકાતે હતા, તેમણે શુક્રવારે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 15 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા માટે ઘન કચરાનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પહેલા ગૃહમંત્રી અમિત શાહે તેનું નિરીક્ષણ કર્યું હતું અને તેની કામગીરી વિશે પૂછપરછ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીપળજ ખાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને ૧૫ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati New Year Wishes Quotes Messages - ગુજરાતી નૂતન વર્ષના અવસર પર મોકલો સૌને હેપી નૂતન વર્ષાભિનંદન મેસેજ સાલ મુબારક