Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાં બે દિવસમાં ભૂકંપના બે આંચકા નોંધાયા: 3.0ની તિવ્રતાથી ધરતી ધ્રૂજી

earthquake
, ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (15:08 IST)
ગઈકાલે કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હતું આજે દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે
 
તુર્કીયમાં ભૂકંપે તબાહી મચાવી છે. ત્યારે કચ્છમાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી કારણ કે તુર્કિયની ટીમ તે વખતે સૌથી પહેલા મદદ માટે પહોંચી હતી. ગઈકાલે કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે આજે ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. 
 
11 જાન્યુઆરીએ પણ ભચાઉમાં આવ્યો હતો ભૂકંપ
11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.
 
10 ડિસેમ્બરે બનાસકાંઠામાં ભૂકંપના આંચકા
10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ આજે બપોરે 4.27 વાગે આવ્યો હતો. 
 
5મી ડિસેમ્બરે વલસાડમાં આવ્યો હતો ભુકંપ
વલસાડમાં 1 ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ 5મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિ.મી. ઉત્તરે સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે પરંતુ, 5મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9  કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો.
 
17 ડિસેમ્બરે અમરેલી પંથકમાં આવ્યા હતા 4 આંચકા
અમરેલી પંથકમાં 17 ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 32થી 44 કિ.મી. દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું. અમરેલીથી અહેવાલ પ્રમાણે સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.0 અને 2.2 નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર ઉદભવ્યા હતા. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં નવા જંત્રી દર લાગુ થવાથી ગ્રાહકો અને બિલ્ડરોને અસર, રાજકોટમાં એક હજાર સોદા રદ