Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ મજૂરનાં મોત, 6 દાઝ્યા

surendra nagar news
, સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (11:48 IST)
surendra nagar news
સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં અકસ્માત થયો હતો. જેમાં વીજ શોક લાગતાં એમ.પી.ના ત્રણ મજૂરોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6 મજૂરો દાઝી ગયા હતા.સુરેન્દ્રનગરના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના થઈ છે. ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં વીજ શોકથી ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યો છે. તેમજ 6 મજૂરો દાઝી ગયા છે.

દસાડા પીએસઆઈ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો.દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મજૂરોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી. જ્યારે ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વીરમગામ હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો. પાટડી પ્રાંત કલેકટર અને મામલતદાર સહિતનો સ્ટાફ પણ બુબવાણા ગામે જવા રવાના થયો હતો. આ ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમા કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bihar Political Crisis Live - બિહાર વિધાનસભા સત્ર થયુ શરૂ, થોડીવારમાં થશે નીતીશ કુમારની સરકારનો ફ્લોર ટેસ્ટ