Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરેન્દ્રનગરમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડયો, એકને ઈજા પહોંચી

Former CM Vijay Rupani's convoy met with an accident in Surendranagar, one injured
, સોમવાર, 6 નવેમ્બર 2023 (17:20 IST)
Former CM Vijay Rupani's convoy met with an accident in Surendranagar, one injured
ગુજરાતમાં અકસ્માતોની સખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગરમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. તેમના કાફલા સાથે પસાર થઈ રહેલી પોલીસની પાયલોટિંગ કાર સાથે બાઈક ચાલક અથડાયો હતો.

આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઈજા પહોંચી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર્વ  CM રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર હાઇવે પરથી પસાર થતાં એક બાઇકને અથડાઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીમાં લાગશે ઠંડી - હવામાન વિભાગની આગાહી