Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વઢવાણમાં દેશનો સૌથી લાંબો ‘રૂપસુંદરી’ નામનો સાપ મળ્યો

વઢવાણમાં દેશનો સૌથી લાંબો ‘રૂપસુંદરી’ નામનો સાપ મળ્યો
, શનિવાર, 3 જુલાઈ 2021 (09:37 IST)
ઝાલાવાડમાં ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગઇ છે. એવા સમયે સાપ વધુ જોવા મળતા હોય છે. પરંતુ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહ મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો. પરંતુ સાપોના જાણકાર હોય રૂપસુંદરીના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી ન હોય તેવુ જાણે ગુજરાતના સર્પના નિષ્ણાંતો સાથે વાતો કરીને ખરાઇ કર્યા બાદ તેમને એવુ જાણવા મળ્યુ હતુ કે વઢવાણમાંથી પકડાયેલો રૂપસુંદરી નામનો આ સાપ ભારતનો સૌથી વધુ લંબાઇ ધરાવતો સાપ છે.

આ અંગે હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યુ કે રૂપસુંદરી નામના સાપની સામાન્ય લંબાઇ 3.5 ફુટથી 4 ફુટ સુધીની હોય છે. વઢવાણમાંથી જે સાપ મળ્યો છે તેની લંબાઇ 5 ફૂટ 7 ઇચ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે સર્પ સંદર્ભ-2 નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે આ અગાઉ રૂપસુંદરી નામના સાપની સૌથી વધુ લંબાઇ 5 ફૂટ 5 ઇચની લંબાઇનો રેકોર્ડ છે. જ્યારે વઢવાણમાંથી 5 ફૂટ 7 ઇચનો રૂપસુંદરી નામનો સાપ મળ્યો છે. જે આ પ્રજાતીનો દેશનો સૌથી લાંબો સાપ છે. આ સાપને સીમ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નડીયાદમાં 7 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને શારિરીક અડપલા કરનારને 10 વર્ષની જેલ