Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ ઘરે બેઠા જાતે કોરોના ટેસ્ટ માટેની વધુ જાગૃતિ લાવશે

‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ ઘરે બેઠા જાતે કોરોના ટેસ્ટ માટેની વધુ જાગૃતિ લાવશે
, શનિવાર, 3 જુલાઈ 2021 (08:29 IST)
કોરોના મહામારીના સમયસરના નિદાન માટેનું ટેસ્ટિંગ સરળ અને ઘર આંગણે થઇ શકે તેવી સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ માયલેબ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ સેલ્ફ ટેસ્ટ કિટ ગુજરાતમાં પૂજારા ગૃપના સહયોગથી લોકો-નાગરિકો માટે રાજ્યના તમામ મુખ્ય શહેરોના અગ્રણી મેડીકલ-ફાર્મસી સ્ટોર્સ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ આ કોવિ સેલ્ફ કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કિટનું નિદર્શન અને વિસ્તૃત વિગતો આ પ્રોડકટના ગુજરાત પાર્ટનર અને સુપર સ્ટોકિસ્ટ પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઇ પૂજારા અને ટિમ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વ્યાપક ટેસ્ટિંગના અભિગમમાં આ ‘‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ ઘરે બેઠા જાતે કોરોના ટેસ્ટ માટેની વધુ જાગૃતિ લાવશે તેવી અપેક્ષા વ્યકત કરતાં પૂજારા ગૃપને આ કિટના રાજ્યમાં સફળ વિતરણ માટેની શુભેચ્છાઓ આપી હતી.
 
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટની જરૂરિયાત ઊભી થઇ હતી. હવે, આવી સેલ્ફ ટેસ્ટ કિટ લોકોને ઘરે બેઠા પોતાની જાતે જ કોરોના ટેસ્ટ કરવાની સગવડ આપવામાં ઉપયુકત બનશે.
 
માયલેબ દ્વારા નિર્માણ પામેલી આ કોવિ સેલ્ફ કિટથી પુખ્તવયની વ્યક્તિઓ પોતાની જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરીને ICMR પ્રમાણિત સર્ટીફિકેટ પણ મેળવી શકે છે તેમ પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઇએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું. આ વેળાએ કોવિસેલ્ફના પ્રતિનિધિઓ સંજીવભાઇ કુંબાવત, વિક્રમસિંહ જાડેજા, ધર્મેશભાઇ ડંડેયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના પોલીસ વિભાગમાં થયુ આ મોટા ફેરફાર, પોલીસ કમિશ્નર પણ બદલાશે