સાંડેસરા ગ્રુપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 8 મિલ્કતો અને 3 વાહનો સહીત કેટલાંક બેન્ક એકાઉન્ટ્સ / શેર/મ્યુચ્યુઅલ ફંડ્સ વેગેરે મળીને કુલ 8.79 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે.
ED દ્વારા જે મિલકત જપ્ત કરવામાં આવી છે તેમાં સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયોની 1.40 કરોડની સંપત્તિ, અકીલ અબ્દુલખલીલ બચૌલીની રૂપિયા 1.98 કરોડની સંપત્તિ અને ઈરફાન અહમદ સિદ્દીકીની 2.41 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈરફાન અહમદ સિદ્દીકી કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના જમાઈ છે.
સાંડેસરા ગ્રુપ કેસમાં ઇડીની મોટી કાર્યવાહીમાં આ હકીકત સામે આવી છે કે સાંડેસરા બ્રધર્સે આ ચાર લોકોને સંપત્તિઓ ટ્રાન્સફર કરી હતી જેમાં સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયોની 1.40 કરોડની સંપત્તિ, અકીલ અબ્દુલખલીલ બચૌલીની રૂપિયા 1.98 કરોડની સંપત્તિ અને ઈરફાન અહમદ સિદ્દીકીની 2.41 કરોડની સંપત્તિ આપ્યાનો ખુલાસો થયો છે.