Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

મોદી મંત્રીમંડળનો જલ્દ થશે વિસ્તાર આ ચેહરાઓ ને આપી શકાય છે મહત્વ

Modi New cabinet
, શુક્રવાર, 2 જુલાઈ 2021 (13:53 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજુ કાર્યકાળના પ્રથમ વિસ્તરણ પર બધાની નજર છે. તેમાં ઉત્તર પ્રદેશનો ક્વોટા મોટો હોવાની સંભાવના છે, જ્યાંથી વરુણ ગાંધી, રામશંકર કથીરિયા, અનિલ જૈન, રીટા બહુગુણા 
જોશી, ઝફર ઇસ્લામ ઉપરાંત તેમના દળની અનુપ્રિયા પટેલને મંત્રીમંડળમાં શામેલ કરી શકાય છે.
 
તે સિવાય મધ્યપ્રદેશમાં ભાજપાને ફરીથી સત્તાની ચાવી સોંપનારી જ્યોતિરાદિત્ય સિંધિયા સિવાય અસમમાં ભાજપાના ચૂંટણી જીત્યા પછી પણ ખુશી-ખુશી હેમંત બિસ્વા સરમ માટે મુખ્યમંત્રીનો પદ મૂકતા સર્બાનંદ સોનોવાલને પણ અવસર મળી શકે છે. તે સિવાય ઉત્તરાખંડથી અજય ભટ્ટ કે અનિલ બલૂનીને શામેલ કરવાની શકયતા છે. 
 
તેમજ કર્નાટકથી પ્રતાપ સિન્હા,  પશ્ચિમ બંગાળથી જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકુર અથવા નિસિથ પ્રમાણિક. હરિયાણાના બ્રિજેન્દ્ર સિંહ, રાજસ્થાનના રાહુલ કાસવાન, ઓડિશાના અશ્વિની વૈષ્ણવ,  મહારાષ્ટ્રના પૂનમ 
મહાજન અથવા પ્રીતમ મુંડે અથવા હિના ગવિતના નામ સંભવિત સૂચિમાં શામેલ છે. તેમની સાથે, દિલ્હીના પરવેશ વર્મા અથવા મીનાક્ષી લેખીનું નામ પણ હોઈ શકે છે. આ ઉપરાંત નારાયણ રાણે, ભૂપેન્દ્ર યાદવ 
અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા પણ મોદી કેબિનેટમાં સ્થાન મેળવી શકે છે.
 
જેડી-યુને મંત્રીમંડળમાં સ્થાન મળશે
મોદી કેબિનેટમાં થઈ રહ્યા વિસ્તારમાં આ વખતે જનતા દળ યુનાઇટેડ મોટો દાવ લગાવ્યો છે. ગત વખતે મંત્રીમંડળની રચના વખતે એક જ સીટ આપવાથી રોષે ભરાયેલા જેડી-યુને આ વખતે બે બેઠકોની આશા 
છે. તેના માટે પાર્ટીથી લલ્લન સિંહ, રામનાથ ઠાકુર અને સંતોષ કુશવાહા રેસમાં સામેલ હોવાનું જણાવાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડેલ્ટા પ્લસ વૈરિએંટ સામે રક્ષણ આપશે જૉનસન એંડ જૉનસનની વૈક્સીન, કંપનીએ કર્યો દાવો