Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી ટાળે જ અમદાવાદ-કેવડિયા સી-પ્લેનની 'હવા નિકળી ગઇ', 15 દિવસ બાદ પરત આવશે

દિવાળી ટાળે જ અમદાવાદ-કેવડિયા સી-પ્લેનની 'હવા નિકળી ગઇ', 15 દિવસ બાદ પરત આવશે
, ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (12:44 IST)
હવાઇ ચંપલવાળો વ્યક્તિ પણ હવાઇ સેવાનો આનંદ માણી શકે તે માટે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી  હતી. આ સેવા માટે મસમોટી જાહેરાતો કરવામાં આવી હતી. મોટી મોટી જાહેરાતો બાદ અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી 1 નવેમ્બરથી શરૂ કરાયેલી સી-પ્લેનની સેવા એક જ મહિનામાં મેન્ટેનન્સના નામે અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાઇ છે. 
 
શનિવારે સી-પ્લેન અમદાવાદથી કેવડિયા, ગોવા, કોચી થઈ માલદીવ માટે રવાના થયું હતું. જ્યાં 12થી 15 દિવસના મેન્ટેનન્સ બાદ પરત આવશે. એરક્રાફ્ટના પરત આવ્યા પછી અમદાવાદ રિવરફ્રન્ટ-કેવડિયા સર્વિસ શરૂ થશે. મુલાકાતીઓ માટે કેવડિયા ખુલી ગયું છે પરંતુ  સી-પ્લેન સેવા બંધ છે. દેશમાં પ્રથમવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી એક નવેમ્બર 2020થી સી-પ્લેન સફર શરૂ કરવામાં આવી હતી. 
 
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન સર્વિસ શરુ કરવાનું વડાપ્રધાન મોદીનું સપનું હતું. સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓક્ટોબર, 2020ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી- પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહેલી સફર માણી હતી અને માત્ર એક જ મહિનાના સમયગાળામાં આ સર્વિસ બંધ કરવામાં આવી છે. 
 
સી પ્લેન મેઈન્ટેનન્સ માટે સી-પ્લેન માલદીવ્સ મોકલવામાં આવ્યા છે, પરત ક્યારે આવશે એ નક્કી નથી. ઉલ્લેખનીય છે કે, 50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ સી- પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને તેની શરૂઆત કરાવી હતી.
 
સી-પ્લેનમાં સવારે પહેલી ફ્લાઈટનું ભાડું રૂ. 1590 છે, જ્યારે બીજી ફ્લાઈટનું ભાડું રૂ. 2200થી વધુનું છે. જેથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ માટે લોકો આવે છે અને તેમાં ઓછું ભાડું હોવાથી પહેલી ફલાઇટ બુક થઇ ગઇ હતી. સી-પ્લેનમાં ફ્લાઈટનાં અનશિડ્યૂલ અને ઓનલાઇન બુકિંગના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. 
 
સી-પ્લેનના બુકિંગ બાબતે ટ્રાવેલ એસો. ઓફ ગુજરાતનાં પ્રમુખે જણાવ્યું હતું કે, મુસાફરો અમને સી-પ્લેન મુદ્દે ઇન્કવાયરીઓ કરે છે. જોકે તે બંધ છે તેની જાણ થતાં લોકો નારાજ થાય છે. સરકાર પાસે આ વખતે વેકેશન દરમિયાન તક હતી કે, સી-પ્લેનને લોકોમાં પોપ્યુલર કરે. સરકાર અને સ્પાઇસ જેટને તેને ઉડાવવામાં શું સમસ્યા છે તે અંગે ચોક્કસ કારણ સામે આ‌વી રહ્યું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થઈ જશેઃ કેન્દ્રીય રેલવે મંત્રી