Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surat News - દેશનો પ્રથમ સ્ટીલ રોડ થઈ ગયો છે તૈયાર

Surat News - દેશનો પ્રથમ સ્ટીલ રોડ થઈ ગયો છે તૈયાર
, બુધવાર, 16 માર્ચ 2022 (13:49 IST)
સુરતમાં દેશનો પ્રથમ સ્ટીલ રોડ તૈયાર થઇ ગયો છે. સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં ખાતે સ્ટીલનો રોડ બનાવવામાં આવ્યો છે.  એટલે કે કહી શકાય કે આવનારા સમયમાં કે ચોમાસામાં રોડ રસ્તા ખરાબ નહી થાય. . હજીરા ઔદ્યોગિક વિસ્તાર કે જ્યાં રોજ 1200થી વધુ હેવી ટ્રકની અવરજવર હોય છે ત્યાં આ રોડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. CSRIએ રોડના નિર્માણમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ (Substitute Natural Aggregate) વાપર્યું છે. આવનારા વર્ષોમાં દેશના રોડ (Roads In Surat)ને મજબૂત બનાવવા માટે સરકાર આજ ટેક્નિકનો ઉપયોગ કરશે.
 
દેશમાં જ્યારે પણ રસ્તાઓ બનાવવામાં આવે છે, ત્યારે સામાન્ય કપચી અને ડામરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હીરાનગરી તરીકે પ્રખ્યાત સુરતમાં એક ડગલું આગળ વધીને સ્ટીલનો રોડ તૈયાર કરાયો છે. સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં આ સ્ટીલનો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. ૩૦ ટકા થિકનેસ સાથે તૈયાર કરાયેલા રોડમાં હજી સુધી કોઈ ખામી જણાઈ નથી. માનવામાં આવે છે કે આ સ્ટીલ રોડના કારણે ચોમાસામાં અહીં રસ્તા ખરાબ નહીં થાય.
 
મહત્વનું છે કે આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે. જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRIએ સ્પોન્સર કર્યો છે. હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલ તૈયાર કરાવી તેને આ રોડ નિર્માણમાં સફળતાપૂર્વક વાપરવામાં આવ્યું છે. હરાજીમાં નિર્માણ પામેલા રોડની વાત કરીએ તો આ રોડ 1.2 કિલોમીટર લાંબો છે અને 6 લેન ડીવાઈડેડ કેરેજ વે રોડ છે. રોડના નિર્માણ માટે 100 ટકા પ્રોસેસ સ્ટીલ અને 100 ટકા સબસ્ટિટ્યૂટ નેચરલ એગ્રીગેટ વાપરવામાં આવ્યા છે. આ પ્રોજેકટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છે.
 
આ પ્રોજેક્ટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ (waste to wealth mission) અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરુ કરવામાં આવ્યો છે.. દેશમાં આશરે 90 મિલિયન ટન સ્ટીલ સ્લેગ પ્રતિવર્ષ જનરેટ થાય છે અને તેના સુરક્ષિત ડિસ્પોઝલને લઇ સ્ટીલ ઇન્ડસ્ટ્રી કન્શન હોય છે. મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા પાયલટ પ્રોજેક્ટ હેઠળ આ રોડ તૈયાર કરાયો છે અને આ રોડમાં હજી સુધી કોઈ ખામી જણાઈ નથી. બસ આ તમામ ખુબીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ભવિષ્યમાં રોડને વધારે મજબૂત બનાવવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરીને સ્ટીલ રોડ બનાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Police Recruitment 2022: 10મુ પાસ માટે પોલીસમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, જલ્દી કરો અરજી