Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2018 સાણંદ ત્રિપલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી

2018 સાણંદ ત્રિપલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી
, મંગળવાર, 15 માર્ચ 2022 (16:05 IST)
વર્ષ 2018માં અમદાવાદના સાણંદ બનેલા ત્રિપલ મર્ડર કેસમાં આજે મિર્ઝાપુર કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી હાર્દિક ચાવડાએ વર્ષ 2018માં તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જે આરોપીને પસંદ ન આવતા હત્યા કરી હતી. ત્યારે આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસમાં આરોપી હાર્દિકને ફાંસીની સજા ફટકારી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશના આ રાજ્યમાંથી શરુ થશે ચોથી લહેર, મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે