Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધ્રાંગધ્રાના દુદાપુર ગામે અઢી વર્ષનું બાળક 500 ફૂટના બોરમાં પડ્યું, તંત્રએ અડધી રાતે રેસ્ક્યૂ કર્યું

child trapped in borewell
, બુધવાર, 8 જૂન 2022 (12:52 IST)
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઉંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસુમને 40 મિનીટમાં જ રેસ્ક્યુ કરી બચાવાયું હતુ. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટુક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસુમ બાળક રમતા રમતા બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણાયુ હંતુ. ત્યારે ખૂબ ટુક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવીત કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ આ માસુમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વોટરપાર્કમાં મોત પહેલાંનો અંતિમ VIDEO