Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત, હારીજના રોડા ગામમાં વીજળી પડતા મહિલાનું મોત

lighting
, બુધવાર, 8 જૂન 2022 (11:53 IST)
રાજ્યમાં મંગળવારે પ્રિ-મોનસુન વરસાદે દસ્તક દેતાં ચોમાસુ બારણે હોય તેવો અનુભવ કરાવ્યો હતો. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. ગઇકાલે હારીજના રોડા ગામમાં વરસાદી ઝાપટા વચ્ચે વીજળી પડતા એક મહિલાનું મોત થયાની ઘટના સામે આવી છે. ગઈકાલે અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
webdunia

ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસભર કાળઝાળ ગરમી અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં પાટણમાં વારાહીમાં 26 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન વચ્ચે ઘરોના પતરાં ઉડવાની સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારે હારીજના રોડા ગામે ખતેરમાં રહેતા વરશુમજી ગણેશજીની પત્ની રીમુબેન ઠાકોર સાંજના સમયે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા. ત્યારે તેમના પર વીજળી પડતા મોત થયું હતું. મહિલાના મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.બીજી બાજુ બનાસકાંઠાના કાંકરેજ-થરા તાલુકાના ભલગામ વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો હતો.

મહેસાણા જિલ્લામાં વાતાવરણ ધૂળિયું બન્યું હતું. પલટાયેલા વાતાવરણના કારણે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો સવા ડિગ્રી સુધી તાપમાન 41 ડિગ્રીથી નીચે આવ્યો હતો.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહીં, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના વસ્ત્રાપુરમાં રૂપિયા 1200નું ડ્રગ્સ ઓનલાઇન 3 હજારમાં વેચાતું હતું, 2 મહિનામાં 200 ગ્રામ વેચ્યું