Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જૂની ટેન્ટ સિટી તોડીને VVIP મહેમાનો માટે ખાસ ટેન્ટ ઉભા કરાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જૂની ટેન્ટ સિટી તોડીને VVIP મહેમાનો માટે ખાસ  ટેન્ટ ઉભા કરાયા
, મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (14:21 IST)
ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. એ બાદ દેશ-વિદેશથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે સતત આવે છે. અત્યાર સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કરોડો રૂપિયાની આવક પણ થઈ છે. હવે આગામી ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠ આવી રહી છે અને ઓક્ટોમ્બરના સંભવિત કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવનારા છે તેવી શક્યતાઓને લઈને હાલ જૂની ટેન્ટ સિટી તોડી નવી ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે.
ગત વર્ષે ઓપનિંગ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી હતી, જેથી અહીં આવનારા મુસાફરો રાત મુકામ કરી શકે. પરંતુ જૂની ટેન્ટ સિટીને તોડીને નવી બનાવાઈ રહી છે. હાલ નવી ટેન્ટ સિટી ખાતે કુલ 58 ટેન્ટ બની રહ્યાં છે. જેમાં 42 પ્રીમિયમ, 13 સુપર ડિલક્સ, 2 દરબારી અને 1 મિની દરબારી ટેન્ટ બની રહ્યા છે. 

આ તમામમાં વિશેષ 2 દરબારી ટેન્ટ છે, જે ખાસ કરીને પીએમ મોદી અને અન્ય VVIPઓ માટે તૈયાર કરાઈ રહ્યાં છે. દરબારી ટેન્ટ બુલેટ પ્રુફ બની રહ્યાં છે. આ ટેન્ટની ખાસિયત એ છે કે એમાં કોઈ પણ જાતના હથિયારોની અસર નહિ થાય. તેમાં એક ડાઇનિંગ હોલ, એક લિવિંગ એરિયા હશે. આ બંન્ને ટેન્ટ બનાવવાની સાધન સામગ્રી ખાસ જોધપુરથી મંગાવી છે. દરબારી ટેન્ટ માટે બૂલેટ પ્રૂફની કેટલીક વસ્તુઓ મલેશિયાથી પણ મંગાવાઈ છે. 

નવા ટેન્ટ સિટીને બનાવવા વિશએ ટેન્ટ સિટીના પ્રોજેક્ટ મેનેજર હરિઓમ શર્મા કહે છે કે, પહેલા જે ટેન્ટ હતા એ કામચલાઉ હતા. જ્યારે હાલમાં જે ટેન્ટ બની રહ્યા છે એ દરેક પ્રકારના વાતાવરણનો અભ્યાસ કર્યા પછી બનાવાઈ રહ્યા છે. લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં ટેન્ટ સિટીનું કામ પૂરું થઈ જશે અને પ્રવાસીઓ એનો આનંદ માણી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડતાલ મંદિરના ત્રણ સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ