Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સચિન તેંદુલકર અને હરભજનસિંહ અમદાવાદ પહોંચ્યા, ફેન્સ સાથે સેલ્ફી લીધી

Sachin Tendulkar and Harbhajan Singh reached Ahmedabad
, ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (12:49 IST)
Sachin Tendulkar and Harbhajan Singh reached Ahmedabad
વિશ્વના સૌથી મોટા મોદી સ્ટેડિયમમાં આજથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. સ્ટેડિયમના નવનિર્માણ બાદ આ પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. જેમાં વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા છે. તેમની સાથે હરભજનસિંઘ પણ જોવા મળ્યા હતા. અરપોર્ટ પર તેંડુલકર અને હરભજનસિંઘ સાથે સેલ્ફી લેવા ચાહકો દોડ્યા હતા. વર્લ્ડ કપની મેચમાં સચિન તેંડુલકર કોમેન્ટ્રી કરી દર્શકોના દિલ જીતશે.

નવનિર્માણ પામ્યા બાદ આજે મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર વર્લ્ડ કપની મેચ રમાવા જઈ રહી છે. અમદાવાદના આંગણે કુલ પાંચ મેચ રમાનાર છે, જેમાં ફાઈનલનો પણ સમાવેશ કરાયો છે. તેમાં પણ સૌથી મહત્ત્વની અને લોકોમાં ઉત્સુકતા જગાવતી મેચ હોય તો તે 14 ઓક્ટોબરના રોજ રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. આજે પ્રથમ મેચને લઈ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અને હરભજનસિંઘ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમનું આગમન થતાં જ ચાહકોમાં ખુશી જોવા મળી હતી અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી.આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવા જઈ રહી છે. ત્યારે ભારતના દિગ્ગજ ખેલાડીઓ સાથે વિદેશના પણ ખેલાડીઓ કોમેન્ટ્રી કરશે.સચિન તેંડુલકરને ODI વર્લ્ડ કપના ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે તેમને આ સન્માન આપ્યું હતું. તેંડુલકર ટ્રોફી સાથે આજે અમદાવાદમાં પહોંચ્યા છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચની બે વાગ્યે શરૂઆત થશે. બંને ટીમ 2019 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રાદ્ધ દરમિયાન કરો આ વસ્તુઓનો દાન