Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વેક્સીન પ્રક્રિયા તેજ કરવા ઉપરાંત વસતિ નિયંત્રણ કાયદા પર ચર્ચા

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વેક્સીન પ્રક્રિયા તેજ કરવા ઉપરાંત વસતિ નિયંત્રણ કાયદા પર ચર્ચા
, બુધવાર, 14 જુલાઈ 2021 (11:19 IST)
આજે ગાંધીનગરમાં CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી રહી છે. બેઠકમાં ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને કારણે ખેતી પર અસરની ચર્ચા કરાશે. સાથે વેકસીન પ્રકિયા વધુ તેજ કરવા માટેના આયોજનની રૂપરેખા ઘડાશે. આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા ગાંધીનગર લીલા હોટલના વર્ચ્યુઅલ લોકર્પણની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. તો બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના આયોજન મુદે પણ બેઠકમાં ચર્ચા કરાશે
 
રાજ્ય સરકારનાં વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારે જારી કરેલા કાયદાના મુસદ્દાના આઘાત-પ્રત્યાઘાતો ચકાસવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે ભલે કોઇ ચોક્કસ નિર્ણય લીધો નથી પરંતુ નિષ્ણાતોનાં મંતવ્યો લેવામાં આવી રહ્યાં છે અને નાગરિકો તરફથી કેવા પ્રત્યાઘાતો મળે એ વિશે ચર્ચા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના વસતિ નિયંત્રણ કાયદાના મુસદ્દાનો અભ્યાસ કરવામાં આવી જ રહ્યો છે.
 
ઉત્તરપ્રદેશમાં રાજય સરકારે વસતી નિયંત્રણ માટેના કાયદા અંગેનુ બીલ રજુ કરવાની સાથે જ પ્રત્યાઘાતો પડવા શરૂ થઇ ગયા છે. જયારે ગુજરાત સરકારે પણ ઉત્તરપ્રદેશની જેમ  કાયદો ઘડવા ચક્રોગતિમાન કર્યા છે ઉપરાંત સંભવિત પ્રત્યાઘાતો-પરિણામોનો અભ્યાસ શરૂ કર્યો છે. મહત્વની બાબત એ છે કે યુપી તથા ગુજરાત એમ બંને રાજયોમાં ભાજપનું શાસન છે અને આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજવાની છે.  રાજય સરકારે ભલે કોઇ ચોકકસ નિર્ણય લીધો નથી પરંતુ નિષ્ણાંતોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે અને નાગરિકો તરફથી કેવા પ્રત્યાઘાતો મળે તે વિશે પુછાણ કરવામાં આવી રહ્યું છે. રાજય સરકાર દ્વારા ઉતરપ્રદેશના વસતી નિયંત્રણ કાયદા વિશે અભ્યાસ કરવામાં આવી જ રહ્યો છે.
 
બિલમાં શુ છે જોગવાઈ 
 
જનસંખ્યા નિયંત્રણ બિલના રૂપમાં લાવવામાં આવી રહેલ આ પ્રસ્તાવમાં એક બાળક નીતિને પ્રોત્સાહિત કરવા માટેની અનેક જોગવાઈ કરવામાં આવી છે. ઉદાહરણ સ્વરૂપ જો કોઈ દંપતી એક બાળકના જન્મ પછી ઓપરેશન કરાવી લે છે (અને બીજુ બાળક પેદા ન કરવાની વાત કરે છે ) તો ઓપરેશન કરાવનારા પતિ કે પત્નીને 50 હજારની આર્થિક સહાયતા આપવામાં આવે. આ ઉપરાંત એક બાળક છોકરો હોય તો 50 હજાર રૂપિયા અને છોકરી હોય તો એક લાખની આર્થિક મદદ આપવામાં આવે.  આ ઉપરાંત આ બાળકના અભ્યાસ સમયે કેન્દ્રીય વિદ્યાલમાં એડમિશન, મેડિકલ-એંજિનિયરિંગ કે મેનેજમેંટ જેવા વ્યવસાયિક કોર્સ કરવા દરમિયાન પ્રાથમિકતા સાથે પ્રવેશ અને ફી મા માફી આપવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. બિલમાં કહેવામાં આવ્યુ છે કે કોઈ દંપતી બે બાળક પેદા કરે છે તો તેને માટે કોઈ વધારાનો લાભ કે છૂટ નહી આપવામાં આવે. 
 
આ  બિલમાં એવા દંપતિ માટે સખત કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે કે જેમના બેથી વધુ બાળકો છે. આ બિલ  મુજબ જો કોઈ દંપતી સરકારી નોકરીમાં હોય અને હજી પણ ત્રણ બાળકો પેદા કરે તો તેમની સરકારી નોકરી સમાપ્ત થવી જોઈએ. આ ઉપરાંત આવા દંપતીને મત આપવાનો, રાજકીય પક્ષ બનાવવાનો અથવા પંચાયતથી લોકસભા કક્ષા સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી લડવાનો અથવા આ સંસ્થાઓમાં ઉમેદવારી નોંધાવવાનો અધિકાર કાયમ માટે પ્રતિબંધ લગાવવાની જોગવાઈ છે. 
 
જેમને ત્રણથી વધુ બાળકો છે તેમને સરકારી કે ખાનગી કંપનીઓમાં ગ્રેડ -1 થી ગ્રેડ -4 સ્તર સુધી કોઈ નોકરી નહીં મળે, તેમને કોઈપણ પ્રકારની સરકારી સબસિડી ન આપવા સખત સૂચન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે આવા લોકોને રાજકીય પક્ષની રચના કરવા તેમજ અન્ય કોઈ સંસ્થા બનાવવા પર અથવા તેમાં કોઈ હોદ્દો યોજવા પર પ્રતિબંધ લાગવો જોઇએ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિદ્ધપુરમાં હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં સગીરા પર સાથી કર્મીએ ધમકી આપી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું