Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિદ્ધપુરમાં હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં સગીરા પર સાથી કર્મીએ ધમકી આપી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું

સિદ્ધપુરમાં હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં સગીરા પર સાથી કર્મીએ ધમકી આપી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું
, બુધવાર, 14 જુલાઈ 2021 (10:44 IST)
સિદ્ધપુર શહેરમાં રહેતી 16 વર્ષીય સગીરા તેની ફોઈ સાથે હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં કામ કરવા જતી હતી. ત્યાં કેન્ટીનમાં રોટલી વણવાનું કામ કરતા યુવકે ધાકધમકીથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ફરિયાદ આધારે હવસખોર 19 વર્ષીય યુવકને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સિદ્ધપુર શહેરના દેથળી રોડ પર આવેલી સરકારી હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં શહેરમાં રહેતાં એક મહિલા રોટલી બનાવવા માટે નોકરી જતી હતી. છેલ્લા કેટલાક સમયથી તેની ભત્રીજી પણ મદદ માટે જતી હતી. ત્યારે કેન્ટીનમાં રહીને કામ કરતા 19 વર્ષીય યુવક હિંમત નાનાભાઈ ડામોર રહે.અમેત, તા.ખાનપુર, જી.મહીસાગર સાથે સગીરાને થોડોઘણો પરિચય થયો હતો. યુવકે ગત 19 જૂનના રોજ કેન્ટીનમાં કોઈ ન હતું ત્યારે બળજબરીથી કેન્ટીનની ઓરડીમાં દુષ્કર્મ આચર્યું હતું. આ પછી અલગ-અલગ દિવસે ત્રણ વખત સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક શોષણ કરતો હતો. એને લઈ સગીરા ચૂપ હતી પણ આખરે તેની ફોઈને જાણ કરતાં સગીરાએ આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ ચિરાગ ગોસાઈએ બાતમી મેળવી હતી કે આ આરોપી સિદ્ધપુરની બજાર ફરી રહ્યો છે જે અંગે સિદ્ધપુર પોલીસ દ્વારા વોચ ગોઠવી બજારમાંથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ સિદ્ધપુર પોલીસે આઇપીસી 376 (2) અને 506/2 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવારે કેન્ટીન પર જઈને પંચનામું હાથ ધર્યું હતું તેમજ હિંમત ડામોરને અટકમાં લીધો હતો. રસોડાનો કોન્ટ્રેક્ટર હાજર ન હતો એટલે પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યો છે. કેન્ટીનમાં ફરજ બજાવતા કર્મચારીઓ કામ પતાવીને આઘાપાછા થતા દિવસના સમયે આરોપીએ મોકો મળતાં સગીરાને અલગ અલગ દિવસોમાં ત્રણ વખત હવસનો શિકાર બનાવી હતી એવું તારણ હાલ સામે આવી રહ્યું છે. સિદ્ધપુરમાં સરકારી નર્સિંગ કોલેજમાં અગાઉ વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વ્યવહાર થયો હતો, જેને લઇ ચકચાર સર્જાઇ હતી ત્યારે શહેરની ફરી એક સરકારી કોલેજમાં એક સગીરા પીંખાઇ જવાની ઘટના બની છે, જેને લઇ નગરવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CNG Price Hike: મોટા સમાચાર- CNG અને ઘરેલૂ પાઈપલાઈન ગૈસમા ભાવવધારો હવે ચુકવવા પડશે વધારે કીમત