Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજયના ૨૩ તાલુકાઓમાં સવાથી અડધા ઇંચ જેટલો વરસાદ, તાલાળા તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

રાજયના ૨૩ તાલુકાઓમાં સવાથી અડધા ઇંચ જેટલો વરસાદ, તાલાળા તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
અમદાવાદ: , મંગળવાર, 18 જૂન 2019 (09:06 IST)
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં ૩૩ મી.મી એટલે કે સવા ઇંચ અને આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ૨૯ મી.મી, જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ૨૫ મી.મી. મળીને કુલ ચાર તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૮ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ૨૪ મી.મી. ગીર સોમનાથના ઉના તાલુકામાં ૨૨ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ૨૧ મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ૨૦ મી.મી., જામનગરના કાલાવાડમાં અને ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ૧૭ મી.મી., ગાંધીગરના કલોલ તાલુકામાં ૧૬ મી.મી., કચ્છના માંડવી અને સાબરકાંઠાના ઇડર તાલુકામાં ૧૫ મી.મી. વરસાદ વરસ્યો છે.
webdunia
આ ઉપરાંત કચ્છના અંજાર, સાબરકાંઠાના વડાલી, રાજકોટના જામકંડોરણા, જૂનાગઢના માળિયા અને અમરેલીના ખાંભા તાલુકામાં ૧૩ મી.મી., જૂનાગઢના ભેંસાણ અને મેંદરડામાં ૧૨ મી.મી., નવસારીના ગણદેવી અને જૂનાગઢના કશોદમાં ૧૧ મી.મી. એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૮૭ તાલુકાઓમાં ૧૧ મી.મી. થી માંડીને ૧ મી.મી. સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેસ્ટ ઇન્ડિઝને હરાવી બાંગ્લાદેશે મેજર અપસેટ સર્જ્યો