Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે વર્ષ બાદ રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ

બે વર્ષ બાદ રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ
, સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (14:21 IST)
કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આંગણવાડી અને પ્રિ સ્કૂલો બંધ રહેતા રાજ્યના ભૂલકાઓને ખૂબ મોટો લર્નિંગ લોસ થયો છે. જેને ધ્યાને રાખીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડી અને પ્રિ સ્કૂલો પુનઃ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આગામી તા.17 ફેબ્રુઆરી, ગુરૂવારથી રાજ્યભરના આંગણવાડી અને પ્રિ સ્કૂલના સંચાલકઓ કોરોનાની નિયત એસ.ઓ.પીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિ પત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે.વાઘાણીએ કહ્યું કે, રાજ્યના ભૂલકાંઓના આરોગ્યની સાથે શિક્ષણની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેથી જ તેમના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને થયેલો ખૂબ મોટું શૈક્ષણિક નુકશાન થયું છે તેને દૂર કરવા રાજ્ય સરકાર ચિંતિત છે. બાળકો બાલમંદિર/ પ્રિ સ્કૂલ કે આંગણવાડીમાં અભ્યાસ કરી શક્યા ન હોવાથી ધોરણ-૧ માં પ્રવેશ લેતા બાળકોનો શૈક્ષણિક પાયો નબળો રહી ના જાય તેની ચિંતા સરકાર કરી રહી છે અને તે માટે જ તેમને થયેલો લર્નિંગ લોસ દૂર કરવા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુક્રેનમાં અટવાયા ગુજરાતના 350 છાત્રો