Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટણના લંપટ ડોક્ટરના ખુલાસાથી પોલીસ ચોંકી ઉઠી, અત્યાર સુધીમાં આટલી મહિલાઓનો કર્યો ગર્ભપાત

પાટણના લંપટ ડોક્ટરના ખુલાસાથી પોલીસ ચોંકી ઉઠી, અત્યાર સુધીમાં આટલી મહિલાઓનો કર્યો ગર્ભપાત
અમદાવાદ , મંગળવાર, 2 જુલાઈ 2019 (10:58 IST)
પાટણમાં ડોક્ટર પિતા-પુત્ર દ્વારા મહિલાઓ સાથે બળાત્કાર કરતા ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારબાદ આ ઘટનાને પગલે પોલીસ દ્વારા બંને આરોપી ડોક્ટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિસાન મોદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ડોક્ટર મહેશ મોદીની પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછ દરમિયાન મહેન્દ્ર મોદીએ 2400થી વધુ મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હોવાનો ખુલાસો કર્યો છે.
 
પાટણના સમી વિસ્તારમાં બે દિવસ પહેલા ડોક્ટર પિતા-પુત્રએ તેમના ક્લિનિકમાં મહિલાઓને કેવી રીતે તેમની વાસનાનો ભોગ બનાવે છે તેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનાને પગલે પાટણમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ત્યારે રોષે ભરાયેલા લોકોએ પિતા પુત્રનું મુંડન કરાવી માર માર્યો હતો. તો આ ઘટનાને લઇને પાટણના સ્થાનિકો દ્વારા બંજાર બંધ કરી ડોક્ટર પિતા-પુત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે પોલીસે મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિસાન મોદીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
 
પોલીસે ડોક્ટર મહેન્દ્ર મોદીના ક્લિનિક સહિતની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં શસ્ત્રક્રિયાના સાધોનો તેમજ આર્યુવેદિક ડિગ્રી ધરાવતો ડોક્ટર એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાના પુરાવા પણ મળી આવ્યા હતા. પાટણના સમી વિસ્તારમાં મહેન્દ્ર મોદી છેલ્લા 40 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. તે દરમિયાન મહેન્દ્ર મોદીએ 2400 મહિલાઓને ગર્ભપાત કરાવ્યા હોવાનું પોલીસ પૂછપરછમાં કબુલાત કરી છે. ત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે, મહેન્દ્ર મોદીએ કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી તેમજ આ અગાઉ અન્ય આ પ્રકારના કેટલા વીડિયો વાયરલ કર્યા છે તે સહિતની તપાસ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રથમ દિવસ 8404 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, પવિત્ર ગુફામાં બર્ફબારીથી થયું સ્વાગત