Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેમાનોનું સ્વાગત કરવા ફરી સજ્જ બની આ હોટલ, મળશે અદભૂત 3 કૉમ્પ્લિમેન્ટ્રી ઑફરનો લાભ

મહેમાનોનું સ્વાગત કરવા ફરી સજ્જ બની આ હોટલ, મળશે અદભૂત 3 કૉમ્પ્લિમેન્ટ્રી ઑફરનો લાભ
, સોમવાર, 1 જૂન 2020 (15:04 IST)
મેરિયટ ઇન્ટરનેશનલએ એક અદ્ભૂત ઑફરની જાહેરાત કરી હતી! આ મર્યાદિત સમયની ઑફરને દક્ષિણ એશિયામાં આવેલી તેની હોટલો માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવેલી છે. મહેમાનો આજથી શરૂ કરીને 30 જૂન, 2020 સુધીમાં પોતાનું બુકિંગ કરાવી તેની કોઇપણ 3 કૉમ્પ્લિમેન્ટ્રી ઑફરનો લાભ લઈ શકે છે. બુકિંગ રજાઓ ગાળવા માટે કરાવ્યું હોય કે બિઝનેસ માટે મહેમાનો હમણાંથી લઇને 30 જૂન 2021 સુધી પોતાના રોકાણનો લાભ લઈ શકે છે. 
 
આ ડીલને હજી વધારે લાભદાયક બનાવવા માટે મહેમાનોને રોકાણ માટેના પ્રત્યેક બુકિંગ પર મેરિયટ બોનવોય™ પોઇન્ટ્સનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં આવેલી રેનિસૉન્સ અમદાવાદ હોટલ, કૉર્ટયાર્ડ બાય મેરિયટ અને  ફૉર પોઇન્ટ્સ બાય શેરાટૉન એમ મેરિયટ ઇન્ટરનેશનલની ત્રણ પ્રોપર્ટી પણ આ અભૂતપૂર્વ ઑફરનો હિસ્સો છે.
 
ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં આવેલી 90થી પણ વધુ હોટલોની સાથે રજાઓ ગાળવાના વૈવિધ્યસભર રોમાંચક સ્થળો ઉપલબ્ધ છે. મહેમાનો કોઇપણ સમયે તેમના રીઝર્વેશનમાં ફેરફાર કરાવવાની સ્થિતિસ્થાપકતાની સાથે અહીં નીચે જણાવેલ ઑફર્સમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકે છે. આપ હવે પછી કોઇપણ પ્રકારની રજાઓનું આયોજન કરી રહ્યાં હો, મેરિયટમાં આપને સલામત માહોલ, ઉત્કૃષ્ટ સુવિધાઓ અને વિશિષ્ટ સેવા મળી રહેશે. 
 
ઑફરની વિગતોઃ
મહેમાનો Marriott.com મારફતે પોતાના રોકાણનું બુકિંગ કરતી વખતે ADR કૉડનો ઉપયોગ કરી અહીં નીચે જણાવેલ કોઇપણ ઑફર્સમાંથી પસંદગી કરી શકે છેઃ
• તમામ હોટલોમાં રૂમની કિંમત પર ઓછામાં ઓછી 30%ની છુટ
• 2 રાતનું રોકાણ કરો અને ચૂકવણી ફક્ત 1 રાત માટે કરો
• 3 રાતનું રોકાણ કરો અને ચૂકવણી ફક્ત 2 રાત માટે કરો
 
બુકિંગનો સમયગાળોઃ 30 જૂન, 2020 સુધી
રોકાણની તારીખોઃ 1 જૂન, 2020થી 30 જૂન, 2021
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેમાનોને ડિજિટલ માધ્યમ વડે ચૂકવણી કરવાની સુવિધાની સાથે કોન્ટેક્ટ-લેસ રૂમ ચેક-ઇનની વિનંતી કરી શકે છે. મેરિયટ ઇન્ટરનેશનલ માટે તેના દરેક મહેમાનનું સ્વાસ્થ્ય અને સલામતી સર્વોપરી છે અને તેણે તેની તમામ હોટલોમાં સ્વચ્છતા અને સફાઈની કામગીરી ઉન્નત બનાવી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરપ્રાંતિય શ્રમિકોને પરત લાવવા સરકાર અને ઉદ્યોગ સંગઠનોએ એક્શન પ્લાન તૈયાર કર્યો