Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારે પ્લેન હેલિકોપ્ટરના મેઈન્ટેનેન્સ પાછળ 12 કરોડથી વધુ ખર્ચ્યા હોવાનો ખુલાસો

ગુજરાત સરકારે પ્લેન હેલિકોપ્ટરના મેઈન્ટેનેન્સ પાછળ 12 કરોડથી વધુ ખર્ચ્યા હોવાનો ખુલાસો
, મંગળવાર, 9 જુલાઈ 2019 (20:26 IST)
વિધાનસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકારના સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ 12 કરોડ 66 લાખનો ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે. આ અંગે અમદાવાદના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્ન કર્યો હતો કે 31મે 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ અને અન્ય સ્ટાફ પાછળ કેટલો ખર્ચ કર્યો?

જેના લેખિત ઉત્તરમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે, પ્લેન માટે 1 જુન 2017થી 31 મે 2018 દરમ્યાન 2 કરોડ 39 લાખ 23 હજાર 772નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 1 જુન 2018થી 31 મે 2019 દરમ્યાન 3 કરોડ 53 લાખ 24 હજાર 472નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે હેલિકોપ્ટર માટે સરકારે 1 જુન 2017થી 31 મે 2018 દરમ્યાન 3 કરોડ 43 લાખ 27 હજાર 300 જ્યારે 1 જુન 2018 થી 31 મે 2019 દરમ્યાન 3 કરોડ 30 લાખ 30 હજાર 100નો ખર્ચ કરવામાં આવ્યો છે.

આમ છેલ્લા બે વર્ષમાં પ્લેન માટે 5 કરોડ 92 લાખ 48 હજાર 244 અને હેલિકોપ્ટર માટે 6 કરોડ 73 લાખ 57 હજાર 400 મળી કુલ 12 કરોડ 66 લાખ 5 હજાર 644 નો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરનો આ માત્ર મેઇન્ટેનન્સ અને પાયલોટ ખર્ચ લેખિત જવાબમાં સ્વીકારવામાં આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા ભાડે લેવાતા પ્લેન હેલિકોપ્ટરનો ખર્ચ રજૂ કરવામાં આવ્યો નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind Vs NZ Live - Ind Vs NZ Live - 46 ઓવર પછી વરસાદ પડતા મેચમાં અવરોધ