પાંડેસરા વિસ્તારમાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી બાળકીની હજી સુધી ઓળખ થઈ શકી નથી. જેથી સુરત શહેર સહિત ગુજરાતમાં ન્યાય માટે લોકો આગળ આવી રહ્યા છે. દરમિયાન આજે(સોમવાર) વ્યંઢળો દ્વારા પણ દેખાવો કરવામાં આવ્યા હતા. અને ગુજરાત મહિલા આયોગ દ્વારા સુરત પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં ગત 6 એપ્રિલના રોજ દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં એક 11 વર્ષીય બાળકી લાશ મળી આવી હતી.
11 દિવસ થવા છતાં બાળકીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, બાળકીની ઓળખ કરવામાં સફળતા મળી નથી. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ચીમ પણ તપાસમાં જોડાઈ છે. દરમિયાન ગુજરાત મહિલા આયોગ દ્વારા સુરત પોલીસ કમિશનર પાસે બાળકી રેપ વિથ મર્ડર કેસને લઈને રિપોર્ટ માગવામાં આવ્યો છે