બિપોરજોય વાવાઝોડાએ કચ્છના માંડવીમાં પણ તારાજી સર્જી છે. કચ્છના માંડવીમાં વહેલી સવારે પણ ભાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમા પાણી ભરાયા હતા..
રાતભર ભારે પવન અને વરસાદ વરસ્યો અને ગઈકાલે સાંજથી જ લોકો પોતાના ઘર કે સુરક્ષિત આશ્રય સ્થાને રહેવા મજબૂર બન્યા. તો માંડવીવાસીઓ માટે આજની સવાર ભારે આફત લઈને આવી.
રસ્તા પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા
તો આ તરફ કચ્છના ભૂજમાં પણ વાવાઝોડાને લઈને વ્યાપક અસર જોવા મળી છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર જવા મળી રહી છે. તો સાથે જ વીજપોલ ધરાશાયી થતા તંત્રને ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે. વાવાઝોડાની ગંભીરતાને લઈને તંત્ર એલર્ટ હતુ.અને આથી ફીડર બંધ કરી દેવાના કારણે વીજપુરવઠો બંધ છે. જેથી વીજપોલ ધરાશાયી થવા છતાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.