સંક્રમણ ચાલુ જ રહેવાનું છે, કયા સુધી ધંધા-રોજગાર બંધ રાખીશું: ગુજરાતના આરોગ્ય સચિવ
, શનિવાર, 25 એપ્રિલ 2020 (15:15 IST)
કોરોના મહામારીનું સંક્રમણ અત્યારે ગુજરાતના 30 જેટલા જિલ્લામાં થયું છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિનું કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં આ સંક્રમણ થશે. હવે જે સાવચેતીની વાત માત્ર એટલી છે કે આ સંક્રમણનો વ્યાપ અને ગતિ જેટલી ઓછી રહે એટલું ગુજરાત માટે સારું છે. આજે કેન્દ્ર સરકાર તરફથી નાની દુકાનો ખોલવા માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ગુજરાતમાં દુકાનો ખોલવાના નિર્ણય મુદ્દે જયંતિ રવિએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જયંતિ રવિએ જણાવ્યું કે, સંક્રમણ ચાલુ જ રહેવાનું છે. ધંધા-રોજગાર ક્યાં સુધી બંધ રાખી શકાશે. આર્થિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યારે શહેરના લોકોએ જાતે જ સાવચેત રહેવું પડશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારના ધંધા રોજગાર શરૂ કરવાના નિર્ણય અંગે જયંતિ રવિએ પોતાનો મત દર્શાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં સંક્રમણ ચાલુ જ રહેવાનું છે. આપણે ક્યાં સુધી ધંધા રોજગાર બંધ રાખી શકાશે. તજજ્ઞો અને જાણકારોના મત મુજબ આર્થિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. કોરોના મુદ્દે હવે આપણે લોકોએ જાતેજ સાવચેત રહેવું પડશે. પરંતુ આખરી નિર્ણય સરકાર જ કરી શકે તેમ છે. કોરોનાવાયરસ લગભગ સમગ્ર ગુજરાતમાં ફેલાયો છે અને આવનારા દિવસોમાં આ પરિસ્થિતિનું નિર્માણ વધુ આકરું બનવાનું છે. સૌથી મહત્વની વાત છે કે ગુજરાતની અંદર એવી કોઈ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ ન થાય કે જે લોકોને ચેપ લાગ્યો છે તેમને સારવાર કરવા માટે પરિસ્થિતિ સર્જાય તે માટે થઈ અને આ ચેપનો વ્યાસ અને ગતિ એટલી ધીમી રહે એટલે સારું રહેશે. લોકડાઉનના કારણે ગુજરાતમાં આ ફાયદો થયો છે કે ગુજરાતની અંદર કોરોના વાયરસનું સંક્રમણની ગતિ પણ ધીમી થઇ છે અને વ્યાપ પણ પૂર્ણ થયો છે. કોરોના વાયરસના કેસ થવાનો જે રેટ છે એ રેટ અમદાવાદની અંદર ચાર દિવસનો છે, એટલે કે દર ચાર દિવસે અમદાવાદની અંદર કોરોના વાયરસના કેસ ડબલ થઈ જાય છે અને તેજ પ્રમાણે સમગ્ર ગુજરાતનો કોરોના વાયરસનો કેસનો રેટ છ દિવસનો છે. એટલે કે દર છ દિવસે ગુજરાતમાં ડબલ થઈ જાય છે. જો આજ પ્રમાણે ચાલ્યું તો એટલાં કેસ વધુ સામે આવશે. પરંતુ આરોગ્ય વિભાગનું કહેવું છે કે, દરેક લોકો જે નિયમો છે જે સલાહો આપવામાં આવી છે, તેનું પાલન કરે અને તેના કારણે આજે ડબલીંગનો જે રેટ છે એ ઘટાડી શકાય. જેટલા રેટ ઘટશે એટલું સંક્રમણ ધીમે ધીમે વધશે.
આગળનો લેખ