Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની કોલેજના ક્લાસ રૂમમાં જય શ્રી રામના નારા લગાવ્યા, કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે માફીપત્ર લખાવ્યો

ahmedabad collage mafinama

વૃશીકા ભાવસાર

, શનિવાર, 3 ડિસેમ્બર 2022 (14:08 IST)
ABVPના કાર્યકરોએ કોલેજના પ્રિન્સિપાલનો વિરોધ કર્યો
 
પ્રિન્સિપાલે પણ ABVPના કાર્યકરો સાથે હાથ ઊંચો કરી જય શ્રી રામના નારા લગાવ્યા
 
ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે આખરી દિવસ છે. ત્યારે પ્રચંડ પ્રચાર પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોલેજના ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. કોલેજમાં વિવાદ વકરતાં જ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે ન્યુસન્સ ફેલાવવા માટે માફી પત્ર લખાવ્યો હતો. ત્યારે આ મામલે ABVPએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર હનુમાન ચાલીસા કરીને વિરોધ નોંધાવ્યો હતો. 
 
કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે માફીપત્ર લખાવ્યો
અમદાવાદની એચ.એ. કોલેજમાં બે દિવસ પહેલાં સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂર્ણ થયા બાદ જય શ્રી રામના નારા લગાવી રહ્યાં હતાં. નારા ચાલુ હતાંને એક પ્રોફેસર ક્લાસમાં આવ્યા હતાં. ત્યારે નારા લગાવનાર પાંચ વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યાં હતાં. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે આ મુદ્દે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તમે ન્યૂસન્સ ફેલાવી રહ્યાં છો. જેથી માફી પત્ર આપો નહીં તો કોલેજમાંથી રસ્ટીકેટ કરી દેવામાં આવશે. જેથી પાંચ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને માફીપત્ર લખી આપ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે માફી પત્રમાં લખાવ્યું હતું કે, અમે વર્ગખંડમાં જયશ્રી રામ બોલીને ગેરવર્તન કર્યું છે. અમે જય  શ્રી રામ બોલ્યા જેથી વર્ગખંડમાં તકલીફ થઈ છે. જેથી અમે માફી માંગીએ છીએ. આ પત્ર લખાવીને ફરીથી વર્ગમાં જય શ્રી રામના નારા લગાવવા વિદ્યાર્થીઓ પાસેથી ખાતરી લેવામાં આવી હતી.
 
ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ પણ કર્યો હતો
આ સમગ્ર મામલે ABVPએ કોલેજમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ભગવાનના નામ બોલવા માટે માફી પત્ર લખવતા ABVPએ માફી પત્ર લખાવનાર પ્રિન્સિપાલ સંજય વકીલની કેબિન બહાર બેસીને હનુમાન ચાલીસા કરી હતી. ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ પણ કર્યો હતો. જોકે બાદમાં પ્રિન્સિપાલ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ABVPના કાર્યકરો સાથે પોતે હાથ ઊંચો કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ABVPના GLS યુનિવર્સિટીના ઉપપ્રમુખ ચાહત ઠાકોરે જણાવ્યું હતું કે, ભગવાનનું નામ લેવામાં પ્રિન્સિપાલ માફી પત્ર લખાવે તે ના ચલાવી લેવાય. પ્રિન્સિપાલનો અમે ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

5મી ડિસેમ્બરે માતાનું અવસાન થવાનું છે... રજા જોઈએ છે': બાંકામાં રજા માટે શિક્ષકોના વિચિત્ર બહાના