Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્પેસમાંથી કંઇક આવું દેખાય છે ગુજરાત, PM નરેન્દ્ર મોદીએ શેર કરી સેટેલાઇટ પરથી લેવામાં આવેલી તસવીરો

modi gujarat
, શનિવાર, 3 ડિસેમ્બર 2022 (11:39 IST)
સ્પેસ એજન્સી ISRO એ થોડા દિવસો પહેલા જ પોતાનો નવો ઉપગ્રહ EOS-06 સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો શેર કરી છે. પોતાના એક ટ્વીટમાં પીએમ મોદીએ ગુજરાતના કેટલાક સેટેલાઇટ ફોટા શેર કર્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું, 'શું તમે તાજેતરમાં લોન્ચ થયેલા EOS-06 સેટેલાઇટની આકર્ષક તસવીરો જોઈ છે? ગુજરાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી રહ્યાં છીએ. સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણને ચક્રવાતની વધુ સારી આગાહી કરવામાં મદદ કરશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સેટેલાઇટ વ્યૂની 4 તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું, 'સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણા દરિયાકાંઠાની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં પણ મદદ કરશે.' તમને જણાવી દઈએ કે ગુજરાતના દરિયાકાંઠાની લંબાઈ 1,214 કિમી છે. તેમાં 16 દરિયાકાંઠાના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
 
જણાવી દઈએ કે 26 નવેમ્બરે EOS-06 સેટેલાઇટને 8 નેનો-સેટેલાઇટ સાથે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. ISROએ તેના એક ટ્વિટમાં કહ્યું, 'PSLV-C54/EOS-06 મિશન પૂર્ણ થયું. બાકીના ઉપગ્રહોને પણ તેમની ભ્રમણકક્ષામાં પહોંચાડી દેવામાં આવ્યા છે.
 
તમને જણાવી દઈએ કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-6 ઉપગ્રહ શ્રેણીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) ખાતે EOS-06 સેટેલાઈટમાંથી પ્રથમ તસવીર પ્રાપ્ત થઈ હતી. આ તસવીરો હિમાચલ, ગુજરાતના કચ્છ અને અરબી સમુદ્રના શાદનગરની હતી. ઈસરોએ કહ્યું કે આ તસવીર ઓશન કલર મોનિટરિંગ (OCM) અને સી સરફેસ ટેમ્પરેચર મોનિટર (SSTM) સેન્સરની મદદથી લેવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાલુ ટ્રેનમાં મોત ! કાચ તોડી યાત્રીની ગરદનમાં ઘુસ્યો સળીયો, થઈ ગઈ દર્દનાક મોત