Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દીપાવલી ભેટ: રાજ્ય સરકારના 5 લાખથી વધુ કર્મચારીઓને મળશે 10 હજારનું એડવાન્સ બોનસ

દીપાવલી ભેટ: રાજ્ય સરકારના 5 લાખથી વધુ કર્મચારીઓને મળશે 10 હજારનું એડવાન્સ બોનસ
, ગુરુવાર, 12 નવેમ્બર 2020 (11:54 IST)
રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓ ને દીપાવલી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો મુખ્યમંત્રીનો કર્મયોગી હિતકારી નિર્ણય લીધો છે.  
 
ડિજિટલ  ટ્રાંજેક્શનને વધુ પ્રોત્સાહિત કરવા  આ એડવાન્સની રકમ  અધિકારીઓ કર્મચારીઓને રૂ પે કાર્ડના સ્વરૂપમાં  આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સ ની રકમ  વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત  લેવામાં આવશે.
 
મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓ ની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓ ના વ્યવસાય રોજગાર ને વેગ મળશે. પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્ર ને પણ નવી ગતિ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ કોંગ્રેસ અધ્યક્ષના પુત્ર સહિત 20 હાઇપ્રોફાઇલ યુવક દારૂની મહેફિલ માણતાં ઝડપાયા