ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ અહીં સરળતાથી દારૂ મળી જાય છે. થોડા દિવસો પહેલાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભાઇ દારૂની હેરાફેરી કરતાં પકડાયા હતા. અમદાવાદ શહેરના અધ્યક્ષના પુત્ર સહિત 20 હાઇપ્રોફાઇલ યુવક દારૂ પીતા પકડાયા છે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં દારૂ પીતાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાંતેજ પાસે શ્રમદીપ ફાર્મ હાઉસથી દારૂની એક ખેપ જપ્ત કરવામાં આવી છે. આ કેસની વાત કરીએ તો માનસ દેસાઇના જન્મદિવસ સમારોહ દરમિયાન મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે એક ગુપ્ત સૂચનાના આધારે પોલીસે રેડ પાડી અને 20 યુવકોને દારૂના નશામાં પક્ડી પાડ્યા હતા. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ અધ્યક્ષ શશિકાંત પટેલના પુત્ર દેવ પટેલ સામેલ છે. હાલ પોલીસ આ મુદ્દે આગળની કાર્યવાહી કરી રહી છે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના ભાઇને વલસાડ પોલીસે દારૂ પીતાં રંગે હાથ પકડયા હતા. ડૂંગરી પોલીસે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના ભાઇ અને એક સાથીની ધરપકડ કરી હતી.
ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતાઓના બાળકો પોતાના પિતાના ઇશારે ચોરી કરતાં પકડાઇ જાય છે અને ક્યારેક પાર્ટીઓમાં દારૂ પીતા પકડાઇ જાય છે. આ ફરી એકવાર સાબિત થયું છે કે દારૂબંધીના મુદ્દે ઉપદ્રવ મચાવનાર કોંગ્રેસના કરણી અને નિવેદનબાજીમાં મોટું અંતર છે.