Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક જ દિવસમાં ત્રણ બળાત્કારની ઘટનાથી સૌરાષ્ટ્ર હચમચી ઉઠ્યુ

એક જ દિવસમાં ત્રણ બળાત્કારની ઘટનાથી સૌરાષ્ટ્ર હચમચી ઉઠ્યુ
, શુક્રવાર, 27 એપ્રિલ 2018 (13:30 IST)
રાજકોટ જિલ્લાના વિરપુરના થોરાળા ગામની સીમમાંથી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યાનો બનાવ સામે આવતા પોલીસે દુષ્કર્મ ઉપરાંત પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર શખ્સને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં એક વર્ષમાં આવા ૧૨ બનાવ નોંધાઇ ચૂક્યા છે અને દ્વારકામાં તરૂણી ઉપર બળાત્કાર કોણે ગુજાર્યો એ હજુ પણ પોલીસ શોધી નથી શકી. ત્યાં વધુ ત્રણ બનાવ બહાર આવ્યા છે. માળિયા હાટીના વિસ્તારમાં એક યુવકે વાગ્દતતાને, રાજકોટમાં ઉમરાળાની યુવતી ઉપર અને ગોંડલમાં જેતપુરના થોરાળાની ૧૪ વર્ષિય તરૂણીને હવસનો શિકાર બનાવાઇ હતી.

વિરપુરના થોરાળા ગામે રહેતા પિતાએ પોતાની ૧૪ વર્ષની સગીર પુત્રીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર મુળ ગોંડલના અને હાલ વિરપુરના થોરાળા ગામની સીમમાં રહેતા પ્રફુલ ઉર્ફે રામલો ધીરૂભાઇ દેવીપુજક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવનગરના ઉમરાળા ગામની યુવતીને તેના જ ગામના જગદીશ મનજીભાઇ મહિડાએ રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાછળના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. ત્યારબાદ ૨૬ એપ્રિલે વિરમગામથી જગદીશ તેને રાજકોટમાં ક્રિસ્ટલ મોલ નજીક ગાંધીગ્રામ-૨ એપાર્ટમેન્ટમાં ભાડે રાખેલા પ૦૧ નંબરના રૂમમાં લઇ ગયો હતો અને ત્યાં તેના બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તે ઉમરાળા ચાલી ગઇ હતી. પરિવારને સઘળી વિગત જણાવ્યા બાદ ભાવનગર જિલ્લા પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી રાજકોટ મહિલા પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરમીનો કેર : અમદાવાદ સહિત ૬ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર