Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનથી અમદાવાદ આવેલા 150 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ મળ્યું

પાકિસ્તાનથી અમદાવાદ આવેલા 150 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ મળ્યું
, શુક્રવાર, 27 એપ્રિલ 2018 (13:24 IST)
છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક લોકો અમદાવાદના નરોડા વિસ્તારમાં આવીને વસેલા છે. અહીં આવી તેઓ ભારતીય નાગરિકતા ઇચ્છી રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે.. અમદાવાદના ટાગોર હોલમાં ઓપન હાઉસ કાર્યક્રમ દ્વારા વિવિધ લોકાર્પણના કાર્યક્રમો યોજાયા. જે અંતર્ગત છેલ્લા 17 વર્ષથી ભારતમાં સીટીજનસીપ માટે જઝુમી રહેલા લોકોને આખરે સીટીજનશીપ આપવામાં આવી. તેમજ બીનખેતીની જમીનની નવી શરતના 1 હજાર જેટલા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.  વર્ષો સુધી સીટીજનસીપ માટે જઝુમી રહેલા લોકોના પ્રશ્નોનું લાંબી લડત બાદ આખરે નિરાકરણ આવ્યું છે. પાકિસ્તાનથી આવેલા આ પીડિતોએ અત્યાર સુધી કલેકટર કચેરીમાં અનેક રજૂઆતો કરી પુરાવાઓ રજૂ કર્યા છતાં, તેઓને નાગરિકતા મળી ન હતી પરંતું આજે જયારે તેમને ભારતીય નાગરિકત્વ મળ્યું છે, ત્યારે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.  લાંબા સમયથી હક્ક માટે હલ્લા બોલ કરનારા નાગરીકોને પતાનો હક્ક મળવાની આ ખુશીનો પાર રહ્યો નથી. મહત્વની વાતતો એ છે કે હજુ 150 લોકોને જ આ લાભ મળ્યો છે હજુ કેટલાક લોકો કતારમાં છે તેમનો નંબર ક્યારે લાગે છે તે હવે જોવાનું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીપેશ-અભિષેક મોતનો મામલોઃ આગામી સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે તપાસ પંચનો અહેવાલઃ પ્રદીપ સિંહ જાડેજા