Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ફરી 'પુષ્પા' ફિલ્મ જેવી ઘટના, ચંદનચોરો 13 ચંદનના વૃક્ષ કાપી ગયા

ગુજરાતમાં ફરી 'પુષ્પા' ફિલ્મ જેવી ઘટના, ચંદનચોરો 13  ચંદનના વૃક્ષ કાપી ગયા
, રવિવાર, 22 મે 2022 (10:59 IST)
વડગામના સમશેરપુરા ગામમાં બુધવારે રાત્રી દરમિયાન ત્રાટકેલી ચંદન ટોળકીએ 6 ખેડૂતના ખેતરમાંથી કુલ 13 ચંદનના વૃક્ષ કાપી ચોરી કરી હતી. રાત્રિના સુમારે આવેલા શખ્સો રૂપિયા 4 લાખના ચાર નંગ ચંદનના વૃક્ષની ચોરી કરી ગયા હતા. તેમજ ખેતરમાં અન્ય 10 વૃક્ષને કટિંગ કરી આશરે બે લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.   
 
પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સમશેરપુરામાં પણ ચંદનના વૃક્ષો ચોરાયા છે. ગામના ખેડૂત રજનીકાંત જેઠાભાઇ ચૌધરીએ પોતાના ખેતરમાં 40 ચંદનના વૃક્ષ વાવેલ હતા. જે આશરે પાંચથી પચીસ વર્ષના હતા. બુધવારે સાંજે ગાયો ભેસો દોહીને આઠ વાગ્યે ઘરે આવ્યા હતા. દરમિયાન આ ઉપરાંત ગામના અન્ય પાંચ ખેડૂતોના ખેતરમાં મળી કુલ 13 વૃક્ષોની ચોરી કરી હતી. જ્યારે 18 વૃક્ષ કટિંગ કરી નુકસાન પહોંચાડ્યું હતું. 
 
ખેતરમાં ખાત્રી કરતા તસ્કરો ચંદનના ઝાડના થડ આશરે 10થી 12 ફૂટ લંબાઇના કટિંગ કરી ચોરી લઈ ગયેલ હતા. જ્યાં ચંદનના વૃક્ષની ચોરી કરવા આવેલા ચોરોએ ચંદનનુ વૃક્ષ પરિપક્વ છે કે નહીં તે જાણવા કાપી નુકશાન કર્યું. આ અંગે રજનીકાંત ચૌધરીએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2022: મુંબઈ ઈંડિયંસે તોડ્યુ દિલ્હી કેપિટલ્સનુ સપનુ, રોયલ ચેલેજર્સ બેંગલોર પ્લેઓફમાં