Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાંથી 518 કિલો ચંદનનો જથ્થો ઝડપાયો

સુરતમાંથી 518 કિલો ચંદનનો જથ્થો ઝડપાયો
, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (21:00 IST)
ફિલ્મ 'પુષ્પા' ની જેમ સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એટીએસની ટીમને બાતમી મળી હતી કે સુરતના પુણા કુંભારીયા સ્થિત ટેકરા ફળિયાના એક મકાનના પાર્કિંગમાં ચંદનનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે એટીએસ, સુરત એસ.ઓ.જી અને વનવિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને મોટા જથ્થામાં ચંદનના લાકડા મળી આવ્યા હતા.. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે . આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે .
 

આ દરોડામાં ATS એ સુરત SOG સાથે રાખી સંયુક્ત ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે . સાથે જ ચંદનના લાકડા સાથે બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે ચંદન વેચાણ માટે સ્ટોર કરાયાની આશંકા ATS અને સુરત SOG ની દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે . જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે . આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે .
 
 
ATSને જાણકારી મળી હતી કે, પુણા કુંભારિયા વિસ્તારના એક મકાનમાં લાલચંદન વેચવા માટે ખેડૂતે મૂક્યા છે. ATSની ટીમે સુરત SOG અને વનવિભાગની સાથે મળી દરોડા (ATS Raid In Kumbharia Surat) પાડ્યા હતા અને 548 કિલોથી પણ વધુ લાલ ચંદન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ધીરુ આહીર, વીનું ગોલ્ડન, પ્રવીણ સહિત 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રહેઠાણ વિસ્તારમાં લાલ ચંદન આટલી મોટી સંખ્યામાં મળી આવતા સ્થાનિકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતાં.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂલથી પણ યુઝ ન કરશો આ 10 પાસવર્ડ, સેકંડસમાં થઈ જાય છે હૈંક.. જાણો બચવાની રીત