Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થતા ખેડૂતો રોષે ભરાયા

Potato_Onion
, મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (15:05 IST)
-કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો
-ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી
- ભાડામાં20 પૈસાનો વધારો 

 
Cold Storage Rentals in Banaskantha-  બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. જેમાં બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો પરત ખેંચવા ખેડૂતોની ઉગ્ર માંગ છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાકા સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે.બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.

જેમાં બટાકાના ભાવ, સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોંગીગ, ગ્રેડીંગ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનની બેઠક 26મી જાન્યુઆરીએ યોજાઈ હતી. જેમાં જિલ્લાના 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.એસોસિયેશનના ચેરમેન ફુલચંદભાઈ કચ્છવાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 2024ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી પ્રતિ કિલો રૂ.2 હતા જેનો વધારો કરી પ્રતિ કિલો રૂ.2.20 કરવામાં આવ્યા હતા એટલે કે કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જયારે 30 નવેમ્બર સુધી પહેલા પતિ કિલો રૂ.2.40 હતા જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો રૂ. 2.60 કરવામાં આવ્યું હતું.

આમ બંને ભાડામાં20 પૈસાનો વધારો કરતા ખેડૂતોને પ્રતિ કટ્ટાએ (50 કિલો) રૂ.10 નો વધારો ચૂકવવો પડશે. સાથે પ્રતિ કટ્ટાએ રૂ.12.50 ગ્રેડીંગ ચાર્જ અલગથી વસુલનો નિર્ણય પણ લેવાયો છે. કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારોની જાહેરાત થતા જ ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિત ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છે. ખેડૂતોની માંગ છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે. જેનો માર ખેડૂતોને સહન કરવો પડે છે.એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધતા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. ત્યારે જો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ભાડામાં કરેલો વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લામાં ચાલુ સાલે 199 કોલ્ડ સ્ટોરેજના કાર્યરત છે. જેમાં 3.15 કરોડ કટ્ટા સંગ્રહની કેપિસીટી છે. ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે રૂ.31.50 કરોડ વધારાના ચૂકવવા પડશે. ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડું વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'હું JEE નથી કરી શકતો' લખીને વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, 30 જાન્યુઆરીએ પેપર લેવાનું હતું