Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર, બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર, બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત
, રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (15:31 IST)
અંબાજી-હડાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે. બસ પલટી જતા 40 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે.
 
અંબાજી-હિંમતનગર હાઈવે પર હડાદ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પથ્થર પર બસનું ટાયર ચડી ગયા બાદ ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ખાનગી બસ પલટી હોવાના સમાચાર મળી રહ્યા છે. દુર્ઘટનામાં બસમાં 40 લોકો સવાર હતા, જેમાંથી 25 લોકોને ઈજા પહોંચી છે. બસ પલટી જતા 40 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમાં બાળકો, મહિલા, પુરુષો સહિત વડીલોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.
 
 હડાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. હજુ ગંભીર ઈજાના સમાચાર નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુનિયાનું સૌથી અનોખું ગામ જ્યાં લોકો કુંભકર્ણની જેમ સૂવે છે, જાણો તેની પાછળનું કારણ