Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા પર ફાયરિંગ

ભીમા દુલા
, મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (17:14 IST)
રાણાવાવનાં પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ દુલાભાઈ ઓડેદરાના ભાઈ ભીમભાઈ દુલાભાઈ ઓડેદરા ઉપર ફાયરિંગ થયાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેઓ આદિત્યાણા ખાતે એક  લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યાં બે અજાણ્યા બાઈક સવાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ભીમા દુલાને એક ગોળી વાગતા તેઓને સારવાર અર્થે પોરબંદર હોસ્પિટલે ખસેડાયા હતાં. ઘટનાની જાણ થતા જ પોરબંદર એલ.સી.બી. દોડી ગઇ હતી. તેમજ જો કે ગોળી પડખાનાં ભાગે છરકો કરીને પસાર થઈ જતા સામાન્ય ઇજા થઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. છતા પણ જરૂર પડ્યે તેઓને રાજકોટ હોસ્પિટલે ખસેડવાની તૈયારીઓ પણ થઈ ચૂકી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઇસ્માઇલ ટીટી ના પૂત્રએ ફાયરીગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ હોસ્પિટલે મોટી સંખ્યામાં આગેવાનો અને ટેકેદારો ઉમટી પડ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉંઘમાં જ માતા બની ગઈ આ મહિલા , જોતા જ રહી ગયા ડોક્ટર