Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂપાણીએ વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના ગુજરાતી ઊદ્યોગ સાહસિકો સાથે કરી મુલાકાત

રૂપાણીએ વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના ગુજરાતી ઊદ્યોગ સાહસિકો સાથે કરી મુલાકાત
, બુધવાર, 14 ઑગસ્ટ 2019 (10:47 IST)
અમદાવાદ: રશિયા પ્રવાસના ત્રીજા દિવસે વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીંગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટસની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિઠ્ઠલભાઇ રામાણીના કે.જી.કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુનિટની મૂલાકાત લઇ અદ્યતન મશીનરી વગેરે નિહાળ્યા હતા. વિઠ્ઠલભાઇ રામાણીના આ યુનિટમાં અંદાજે પ૦૦ જેટલા ગુજરાતી કારીગરો કાર્યરત છે. તેઓ ૧૮ વર્ષ પૂર્વે વાલ્ડીવોસ્ટોકમાં સ્થાયી થયેલા છે. 

મુખ્યમંત્રીએ વિઠ્ઠલભાઇ રશિયામાં અન્ય યુવા ઊદ્યોગકારો માટે પ્રેરણારૂપ બન્યા છે તેની સરાહના કરી હતી. વિજય રૂપાણીએ સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મુલાકાત લઇ પૂજાવિધિ કરી હતી. આ ડાયમન્ડ કટીંગ યુનિટમાં પણ રપ૦ થી વધુ ગુજરાતી કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ બેય ડાયમન્ડ કટીંગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે અભિનંદ પાઠવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM રશિયાથી પરત ફર્યા, કહ્યું ડાયમંડ અને ટિમ્બરના વ્યાપાર-ઉદ્યોગ માટે રશિયામાં ઉજળી તકો