Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મગફળી ભરવા ખરીદેલા 15.80 લાખના બારદાનના રોકડા કર્યાં

મગફળી ભરવા ખરીદેલા 15.80 લાખના બારદાનના રોકડા કર્યાં
, સોમવાર, 20 ઑગસ્ટ 2018 (12:29 IST)
રાજકોટના જુના યાર્ડમાં મગફળી ભરવા ખરીદાયેલા ૧૫.૫૭ કરોડના ખાલી બારદાનના જથ્થામાં લાગેલી રહસ્યમય આગમાં પણ મગનના કાળા કરતૂત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, રાજકોટ યાર્ડમાં ગુજકોટ દ્વારા રખાયેલા બારદાનના જથ્થામાં લાગેલી આગની જાણવાજોગ એન્ટ્રીના આધારે તપાસ ચાલુ છે. જિલ્લા પોલીસવડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી પેઢલાના કૌભાંડની તપાસમાં ગુજકોટની રાજકોટની ઓફિસના કર્મચારીઓ, મજૂરો અને ટ્રક ડ્રાયવરોની પૂછપરછમાં યાર્ડમાં આગમાં બચી ગયેલા બારદાન બારોબાર રાજકોટના બે વેપારીને વેચી દેવાયાનો રહસ્યસ્ફોટ થયો હતો. મગન ઝાલાવાડિયાએ કૌભાંડને છુપાવવા રજીસ્ટરના પાના ફાડી નાખ્યા હતા તેમજ નવી એન્ટ્રીઓ કરાવીને રેકર્ડ સાથે ચેડાં કર્યાનું સામે આવ્યું હતું. ગોંડલના પીઆઇ વી.આર.વાણીયાએ આ મામલે બી ડિવિઝનમાં મગન ઝાલાવાડિયા સહિત ૯ સામે ગુનો નોંધ્યો છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, જૂના યાર્ડના પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા રૂપિયા ૧૫ કરોડ ૫૭ લાખની કિંમતના ૨૪ લાખ ૬૬ હજાર ૧૫૦ બારદાનના જથ્થામાં ૧3 માર્ચના સાંજે ૭ કલાકે ભેદી આગ લાગી હતી. આગમાં રૂપિયા ૧3 કરોડ ૮૨ લાખ ૬૮ હજાર ૫૨૫ની કિંમતના ૧૯ લાખ 3૯ હજાર ૨પ૦ નંગ બારદાન ભસ્મીભૂત થઇ ગયા હતા જ્યારે બચી ગયેલા પ લાખ ૨૬ હજાર ૯૦૦ નંગ બારદાન બચી ગયા હતા એ બારદાનમાંથી મગને 3૪ હજાર ૮૦૦ બારદાન રાજકોટના સાગર ટ્રેડર્સવાળા અરવિંદભાઇ અને આશાપુરા ટ્રેડર્સવાળા મહેશ ભાનુશાળીને રૂપિયા ૧૫ લાખ ૮૦ હજારમાં વેચી દીધા હતા. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તોડફોડ બાદ સુરત શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું, પોલીસે રાયોટિંગના બે કેસ નોંધ્યા