Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુશ્તીમાં સોનુ જીતનારા પ્રથમ ભારતીય બન્યા બજરંગ

કુશ્તીમાં સોનુ જીતનારા પ્રથમ ભારતીય બન્યા બજરંગ
, સોમવાર, 20 ઑગસ્ટ 2018 (11:19 IST)
ભારતના 24 વર્ષના રેસલર બજરંગ પૂનિયાએ રવિવારે 18માં એશિયન ગેમ્સમાં ભારતના ખોળામાં  પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો.  બજરંગના 65 કિલોગ્રામ વર્ગના ફાઈનલમાં જાપાનના તાકાતાની દાઈચીને 11-8 થી માત આપીને સુવર્ણ પદક પર કબજો કર્યો. આ સાથે જ તે એશિયાઈ રમતના ઈતિહાસમાં કુશ્તીમાં ભારતને સુવર્ણ પદક અપાવનારા પ્રથમ રેસલર બની ગયા છે. 
 
બજરંગે ઈચોયોનમાં 2014માં રમાયેલ 17માં એશિયાઈ રમતમાં રજત પદક જીત્યો હતો. આ વખતે તેમની પાસે આશા હતી કે તેઓ પોતાનો પદકનો રંગ વધુ સારો કરશે અને તેમણે એ આશા પૂરી કરતા ભારતીય પ્રશંસકોને ખુશીનો ક્ષણ આપ્યો. આ વર્ષે રાષ્ટ્રમંડળ રમતમાં સુવર્ણ પદક જીતનારા બજરંગે ફાઈનલ હરીફાઈની શાનદાર શરૂઆત કરી અને આવતા જ ટેકડાઉનથી છ અંક મેળવી લીધા. તાકાતાનીએ 0-6થી પાછળ ગયા પછી પણ હાર નહોતી માની અને બજરંગને બહાર લઈ જતા બે અંક મેળવ્યા. પહેલા રાઉંડમાં બજરંગ 6-2ની બઢત સાથે ગયા. 
 
 
આ પહેલા એશિયન ગેમ્સ 2018માં ભારતે તેનો પ્રથમ મેડલ શૂટિંગમાં જીત્યો હતો. 10 મીટર એર રાઇફલ મિકસ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં ભારતીય જોડીએ 429.9નો સ્કોર કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજારમાં ઉછાળ.. સેંસેક્સ પહેલીવાર 38154 પર અને નિફ્ટી 11500ના પાર ખુલ્યો